સ્પોર્ટ્‍સ ડ્રામા ફિલ્મને ડિરેક્ટ કરશે શ્રેયસ તલપડે

મુંબઈ | May 06, 2019, 09:28 IST

તેણે ઍક્ટર તરીકે હજી સુધી એક પણ ફિલ્મ સાઇન નથી કરી

સ્પોર્ટ્‍સ ડ્રામા ફિલ્મને ડિરેક્ટ કરશે શ્રેયસ તલપડે
શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે ડિરેક્ટર તરીકેની તેની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ એક સ્પોર્ટ્‍સ ફિલ્મ છે જેના પર તે કામ કરી રહ્યો છે. એમાં તે ટોચના ઍક્ટરને પસંદ કરવા માગે છે. એ વિશે વધુ જણાવતાં શ્રેયસે કહ્યું હતું, ‘હું હાલમાં એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું. આ સ્ટોરી હૉર્સ-રાઇડિંગ પર આધારિત છે. આ ઇન્ડિયામાં ઘટેલી એક સત્ય ઘટના પર આધારિત છે અને એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પણ છે. હું એમાં ઍક્ટિંગ નથી કરી રહ્યો. આ ફિલ્મનું કૅરૅક્ટર ૫૫ વર્ષની આસપાસનું છે. આ ફિલ્મ માટે ખૂબ જ મોટા બજેટની જરૂર છે અને એથી અમને એવા સ્ટારની જરૂર છે જે સ્ટોરી અને બજેટને ન્યાય આપી શકે.’

શ્રેયસે બૉલીવુડમાં ‘પોસ્ટર બૉય્સ’ દ્વારા ડિરેક્ટર તરીકેના કરીઅરની શરૂઆત કરી હતી. તેણે એ ફિલ્મને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. તે હાલમાં મરાઠી અને હિન્દી ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં શ્રેયસે કહ્યું હતું કે ‘અમે એક મરાઠી અને એક હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. ઍક્ટર તરીકે મેં હજી સુધી એક પણ ફિલ્મ સાઇન નથી કરી. મારી પાસે ઘણી સ્ક્રિપ્ટ આવી છે, પરંતુ મને એમાં કોઈ રસ નહોતો પડ્યો. હું એવી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો છું જે ઍક્ટર તરીકે મને ચૅલેન્જિંગ લાગે.’

આ પણ વાંચો : વિન્ટેજ કારમાં કૅટરિનાની બાજુમાં બેસેલી વ્યક્તિ કોણ છે?

મને વેબ-સિરીઝની ઑફર મળી છે. આ એક ફિક્શન અને નૉન-ફિક્શનનું કૉમ્બિનેશન છે. હજી સુધી કંઈ ફાઇનલાઇઝ્ડ નથી થયું, પરંતુ એમાં મને રસ છે. મારે હજી એ સાઇન કરવાની બાકી છે.

- શ્રેયસ તલપડે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK