Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રેયસ તલપડેને પ્રોડ્યુસ કરવી છે ગુજરાતી ફિલ્મો

શ્રેયસ તલપડેને પ્રોડ્યુસ કરવી છે ગુજરાતી ફિલ્મો

03 April, 2019 08:01 AM IST |

શ્રેયસ તલપડેને પ્રોડ્યુસ કરવી છે ગુજરાતી ફિલ્મો

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે


શ્રેયસ તલપડેએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેને ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરવી છે. એક ગુજરાતી ફિલ્મની સક્સેસ પાર્ટીમાં શ્રેયસે હાજરી આપી હતી. ગુજરાતી ફિલ્મોની પ્રશંસા કરતાં શ્રેયસે કહ્યું હતું કે ‘મરાઠી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખૂબ સારો બિઝનેસ કરી રહી છે અને હવે ગુજરાતી ફિલ્મો પણ લોકોને પસંદ પડી રહી છે. દરેક કલાકારો અને ફિલ્મમેકર્સ માટે આ એક સારો તબક્કો છે. આશા રાખું છું કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સારી ફિલ્મો બનાવતી રહે અને મને પણ આ ફિલ્મમાં કામ કરવાની તક મïળે. હું ગુજરાતી ભાષા સારી રીતે જાણું છું.’

ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા વિશે પૂછતાં શ્રેયસે કહ્યું હતું કે ‘ચોક્કસ. મારા માટે ભાષા કદી પણ અડચણ નથી બની. જો સારી સ્ક્રિપ્ટ અથવા સારો રોલ મળ્યો તો હું ચોક્કસ ગુજરાતી ફિલ્મોમાં કામ કરીશ. મારી પહેલી હિન્દી ‘ઇકબાલ’ પહેલાંની વાત કરું તો એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે હું ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો હતો. જોકે વાત જામી શકી નહીં.’



આ પણ વાંચો : નાખી દેવા જેવી ફિલ્મો પણ ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે : તિગ્માંશુ ધુલિયા


ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરશે કે નહીં એ વિશે પૂછતાં શ્રેયસે કહ્યું હતું કે ‘હું પહેલાં તો એ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરીશ, બાદમાં એને ડિરેક્ટ કરીશ. હું ફિલ્મને ત્યારે જ ડિરેક્ટ કરી શકીશ જ્યારે હું ગુજરાતી ફિલ્મોને સારી રીતે સમજી શકીશ. જોકે એક વાત તો નક્કી જ છે કે હું ગુજરાતી ફિલ્મોને પ્રોડ્યુસ કરીશ. જો આ ફિલ્મો ૫૦ કરોડ રળી શકે છે તો કોને એને પ્રોડ્યુસ કરવી નહીં ગમે?’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2019 08:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK