શ્રદ્ધા કપૂરને ફરહાન અખ્તર સાથે ડેટ પર જવું છે

Published: Oct 15, 2014, 02:26 IST

શ્રદ્ધા કપૂરે પોતાની ફિલ્મોથી લોકો પાસેથી સારીએવી વાહવાહી મેળવી છે. વળી આદિત્ય રૉય કપૂર સાથે પોતાના પ્રેમપ્રકરણને કારણે પણ તે સારીએવી ચર્ચામાં રહી છે.


હાલમાં એક વાતચીત દરમ્યાન શ્રદ્ધાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને ડેટ પર કોની સાથે જવું ગમે? તો તેણે પોતાના બૉયફ્રેન્ડ આદિત્યનું નહીં પણ ફરહાન અખ્તરનું નામ લીધું. હા, શ્રદ્ધાને ફરહાન સાથે કૉફી-ડેટ પર જવાની ઇચ્છા છે. જોકે એની પાછળનું કારણ એ છે કે ફરહાને ‘ભાગ મિલ્ખા ભાગ’માં કરેલા અભિનયથી શ્રદ્ધા એટલી પ્રભાવિત થઈ હતી કે તેને રાતના નીંદર પણ નહોતી આવી. તેને વળી એ પણ જાણવાની ઇચ્છા છે કે ફરહાનનું ફિલ્મ માટે આટલી મહેનત કરવા પાછળનું રહસ્ય શું છે? આટલું તો ઠીક હતું, પણ શ્રદ્ધાને ફરહાન સાથે ફિલ્મમાં કામ કરવાની પણ ઇચ્છા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK