નાગિન બનશે શ્રદ્ધા કપૂર
શ્રધ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર હવે નાગિન બનીને લોકોને મનોરંજન આપવાની તૈયારી કરી રહી છે. આ ફિલ્મને નિખિલ દ્વિવેદી પ્રોડ્યુસ અને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે. આ ટ્રિલજી સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને વીએફએક્સથી ભરપૂર રહેવાની છે. ફિલ્મનું નામ ‘નાગિન’ રાખવામાં આવ્યું છે. ભૂતકાળમાં રીના રૉય, રેખા અને શ્રીદેવીએ પણ નાગિનનો રોલ ભજવ્યો હતો. હવે ઇચ્છાધારી નાગિન બનનારી શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે હું આ રોલ ભજવી રહી છું. હું બાળપણમાં શ્રીદેવી મૅમની ‘નગીના’ અને ‘નિગાહેં’ જોઈને મોટી થઈ છું. તેઓ મારી પ્રેરણા અને આદર્શ છે. હું હંમેશાંથી જ ભારતીય પારંપરિક રોલ ભજવવા માગતી હતી. મારા માટે તો આ એક આદર્શ પાત્ર છે જે દર્શકોને પણ આકર્ષિત કરશે.’