Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરીએ કહ્યું, "મારા પિતા શોધી આપો, ઓળખો કોણ છે આમાંથી મારા પિતા!"

દીકરીએ કહ્યું, "મારા પિતા શોધી આપો, ઓળખો કોણ છે આમાંથી મારા પિતા!"

07 October, 2019 03:32 PM IST | મુંબઈ ડેસ્ક

દીકરીએ કહ્યું, "મારા પિતા શોધી આપો, ઓળખો કોણ છે આમાંથી મારા પિતા!"

શ્રદ્ધા કપૂરે શૅર કરી પિતાની તસવીર

શ્રદ્ધા કપૂરે શૅર કરી પિતાની તસવીર


અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાની છેલ્લી ફિલ્મ સાહો દ્વારા બધાના મન જીતી જ લીધા છે અને તેની હાલની ફિલ્મ છિછોરે પણ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. તો શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર થ્રી ડી'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન અને નોરા ફતેહી પણ જોવા મળશે. આ દરમિયાન શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે તસવીરો શૅર કરતી હોય છે. શ્રદ્ધાએ આજે પણ એવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી અને જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તેના પિતા જાણીતા અભિનેતા શક્તિ કપૂરના શાળાના સમયની તસવીર છે. જેમાં શક્તિ કપૂર પોતાની સ્કૂલની આખી ક્રિકેટ ટીમ સાથે છે.




ત્યારે શક્તિ કપૂર પોતાની સ્કૂલ ટીમના સુકાની હતા
શ્રદ્ધા કપૂરે આ પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, આ તસવીરમાં મારા પિતાને ઓળખો. આ તસવીર લગભગ 55 વર્ષ જૂની છે. ત્યારે પિતા શક્તિ કપૂર સલનાન પબ્લિક સ્કૂલ, દિલ્હીની ક્રિકેટ ટીમના કૅપ્ટન હતા. તમે પણ આ તસવીરમાંથી મારા પિતા શક્તિ કપૂરને ઓળખી શકો છો. યુવાન શક્તિ કપૂર સૌથી છેલ્લી લાઇનમાં ચોથા નંબરે (જમણેથી ડાબે) ઊભા છે. શક્તિ શર્ટ-પેન્ટ અને કોટ પહેરીને ઊભેલા દેખાય છે. આખી ટીમ એક શીલ્ડ સાથે તસવીર લેવડાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરને 5.5 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે અને હજારો લોકોએ આના પર કોમેન્ટ પણ કરી છે. શ્રદ્ધા કપૂર અને શક્તિ કપૂરના ચાહકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...


સતત હીટ થઈ રહી છે શ્રદ્ધાની ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરની છેલ્લી બન્ને ફિલ્મો સાહો અને છિછોરે બૉક્સ ઑફિસ પર સુપર હિટ રહી છે. તો તેની આગામી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર થ્રી ડી' જાન્યુઆરી 2020માં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 03:32 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK