જેલમાં પુરાયેલાં પ્રાણીઓ જેવી સ્થિતિ મનુષ્યની થતાં શ્રદ્ધા કપૂરે કહ્યું...

Published: May 16, 2020, 20:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ઝૂને બંધ કરી દેવાં જોઈએ અને તેમને કુદરતી વાતાવરણમાં છોડી દેવાં જોઈએ

શ્રદ્ધા કપૂરે લૉકડાઉન ઝૂ પહેલને સપોર્ટ કરતાં જણાવ્યું કે હાલમાં લોકોની હાલત પણ જેલમાં બંધ જાનવરો જેવી થઈ ગઈ છે. તેણે પાંજરામાં બંધ જાનવરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રદ્ધાએ કૅપ્શન આપી છે, ‘આ લૉકડાઉનમાં આપણે સૌકોઈ ચિંતિત અને પાંજરામાં પુરાયા હોવાનું અનુભવી રહ્યા છીએ. ધારો કે તમને તમારા પરિવારથી અને ઘરથી દૂર રાખવામાં આવે અને આજીવન જેલમાં બંધ કરવામાં આવે તો કેવું અનુભવશો? પશુઓમાં પણ આપણી જેમ લાગણી હોય છે. પોતાનું કુદરતી વાતાવરણ અને પોતાના લોકોથી દૂર થવાથી તેઓ પણ ઉદાસ થઈ જાય છે. આપણને તેમની સ્વતંત્રતા છીનવી લેવાનો કોઈ અધિકાર નથી. શાઝા મોરાનીએ જ્યારે મને આ કામમાં સામેલ થવાનું કહ્યું ત્યારે મેં તરત હા પાડી દીધી હતી. મને પણ એવો અહેસાસ થયો કે હું મારો અવાજ આ અબોલાં પશુઓને આપી શકું છું. પશુ બોલી નથી શકતાં એથી આપણે તેમનો અવાજ બનવો જોઈએ. મને પૂરી આશા છે કે તમે પણ આવું જ કરશો. ‘જ્યાં સુધી કોઈ વ્યક્તિ પ્રાણીઓને પ્રેમ નહીં કરે ત્યાં સુધી તેમના આત્માનો એક ભાગ સુષુપ્ત જ રહેશે.’

– ઍનાટૉ!લ ફ્રાન્સ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK