Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિસ્ટર લેલેના લુકને લઈને વરુણ ધવનની મજાક ઉડાવી શ્રદ્ધા કપૂરે

મિસ્ટર લેલેના લુકને લઈને વરુણ ધવનની મજાક ઉડાવી શ્રદ્ધા કપૂરે

14 January, 2020 12:59 PM IST | Mumbai Desk

મિસ્ટર લેલેના લુકને લઈને વરુણ ધવનની મજાક ઉડાવી શ્રદ્ધા કપૂરે

મિસ્ટર લેલેના લુકને લઈને વરુણ ધવનની મજાક ઉડાવી શ્રદ્ધા કપૂરે


મુંબઈ : (પી.ટી.આઇ.) વરુણ ધવને ‘મિસ્ટર લેલે’નો લૂક શૅર કરતાં શ્રદ્ધા કપૂરે તેની મજાક ઉડાવી છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરશે. ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને જાહ્‌નવી કપૂર જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મને શશાંક ખેતાન ડિરેક્ટ કરશે. વરુણ ધવનને લઈને શશાંકે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ બનાવી હતી. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ટ્‍‍વિટર પર શૅર કરીને વરુણ ધવને ટ્વીટ કર્યું હતું કે ‘મઝા લેલે ‘મિસ્ટર લેલે’. મને માફ કરો. ચલો ચલો. ૨૦૨૧ની ૧ જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.’
‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં વરુણ સાથે લીડ રોલમાં જોવા મળનારી શ્રદ્ધા કપૂરે પણ ‘મિસ્ટર લેલે’નો લૂક ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘એવુ લાગી રહ્યું છે કે તે મારા ડૅડીનો અન્ડરવેર ચોરી કર્યો છે. મને ગમ્યુ ચિરકુટ’.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2020 12:59 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK