જુઓ પ્રભાસ અને શ્રદ્ધાની ફિલ્મ સાહોના 'સાઈકો સૈયા' ગીતની એક ઝલક

Published: Jul 04, 2019, 15:18 IST

ફિલ્મ 'સાહો' ફિલ્મનું પહેલું ગીત 'સાઈકો સૈંયા' (Psycho Saiyan)નું ફર્સ્ટ લૂક સામે આવ્યું છે.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

બાહુબલી એક્ટર પ્રભાસ (Prabhas) અને બૉલીવુડ એક્ટ્રસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ની જોડી 'સાહો' (Saaho) દ્વારા પડદા પર ધમાલ મચાવવાની છે. હાલમાં જ ફિલ્મ 'સાહો' ફિલ્મનું પહેલું ગીત 'સાઈકો સૈંયા' (Psycho Saiyan)નું ફર્સ્ટ લૂક સામે આવ્યું છે. આ લૂકમાં જ્યાં એક તરફ પ્રભાસ ઘણો ડેશિંગ લાગી રહ્યો છે જ્યાં શ્રદ્ધા કપૂર બહુ જ સુંદર લાગી રહી છે. એવામાં બન્નેનો લૂક ઘણો ધમાકેદાર લાગી રહ્યો છે. 'સાઈકો સૈંયા' માટે પોતાના પહેલા લૂકને પોતે પ્રભાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી શૅર કર્યો છે.

 
 
 
View this post on Instagram

Hey darlings... It’s time for the First Song of SAAHO... The teaser of "The Psycho Saiyaan" will be out soon..

A post shared by Prabhas (@actorprabhas) onJul 3, 2019 at 3:30am PDT

સાહોનું સાઈકો સૈંયા ધમાકો કરવા માટે તૈયાર છે. આ ફોટોની પોસ્ટ કરતા પ્રભાસે લખ્યું કે હે ડાર્લિંગ આ સમય છે સાહોના પહેલા સૉન્ગનું... આ ગીતનું ટીઝર પણ જલ્દી જ સામે આવશે. 'સાહો'નું પહેલુ ગીત 'સાઈકો સૈંયા' જોઈને એવું લાગી રહ્યું છે કે ગીત લોકોને ફ્લોર પર આવવા માટે મજબૂર કરી દેશે. આ ગીતમાં પ્રભાસ બ્લેક ટી-શર્ટ અને જાકેટમાં નજર આવી રહ્યા છે તો જ્યાં શ્રદ્ધા કપૂર શૉર્ટ ગ્લિટર ડ્રેસ પહેરેલી નજર આવી રહી છે.

આ પણ વાંચો : હ્રિતિક રોશન વિરૂદ્ધ છેતરપિંડીનો મામલો, હૈદરાબાદમાં થયો કેસ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાહો માસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મના દ્વારા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર પહેલી વાર મોટા પડદા પર સાથે નજર આવશે. બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સાથે આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુ ત્રણ ભાષાઓમાં શૂટ કરવામાં આવી રહી છે. 'સાહો'માં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સિવાય નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચન્કી પાન્ડે, અરૂણ વિજય અને મુરલી શર્મા એન્ટરટેનમેન્ટની ધૂમ મચાવતા નજર આવશે. 'સાહો' એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને ટી-સીરીઝે પ્રસ્તુત કર્યું છે, ફિલ્મ યૂવી ક્રિએશન્સનું બેનર તૈયાર કરવામાં આવ્યું છે. શ્રદ્ધા કપૂર અને પ્રભાસ સ્ટારર ફિલ્મ 15 ઑગસ્ટે રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK