કડકડતી ઠંડી વચ્ચે બેલગ્રેડમાં શ્રદ્ધા કપૂર કરી રહી છે બાગી-3નું શુટિંગ, જુઓ તસવીરો

Published: Nov 12, 2019, 14:42 IST | Mumbai Desk

ફિલ્મના કેટલાક સીન ભારતમાંથી બહાર પણ શૂટ કરવામાં આવી રહ્યા છે. આ કારણે બાગી-3ની કાસ્ટ સર્બિયાના બેલગ્રેડમાં છે.

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રૉફની જોડી ફરી એક વાર પડદા પર દેખાવાની છે. શ્રદ્ધા અને ચાઇગર પહેલી ફિલ્મ બાગીની સફળતા પછી ફરી એકવાર સિક્વલ બાગી-3માં દેખાશે. આ માટે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ફિલ્મના કેટલાક સીન ભારતમાંથી બહાર પણ શૂટ કરવામાં આવી રહ્યા છે. આ કારણે બાગી-3ની કાસ્ટ સર્બિયાના બેલગ્રેડમાં છે.

બેલગ્રેડમાં બાગી-3ની ટીમને ઠંડીને કારણે ઘણી મુશ્કેલી થઈ રહી છે. હકીકતે અત્યારે બેલગ્રેડમાં લગભગ 11 ડિગ્રી પારો ઉતરેલો છે, જેથી ખૂબ જ ઠંડી લાગી રહી છે. એવામાં સ્ટાર્સને શૂટિંગ દરમિયા હીટર્સનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. શ્રદ્ધા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હીટરનો વીડિયો શૅર કર્યો છે. સાથે જ ફોટો દ્વારા કહ્યું છે કે ત્યાં કેટલી ઠંડી છે.

એક તસવીરમાં તેણે સેટની એક ઝલક દર્શાવી છે અને એક તસવીર અપલોડ કરી છે, જેમાં ટીમ મેમ્બર સાથે એક મૉન્યુમેન્ટ સામે પૉધ આપતી દેખાઇ રહી છે. ફિલ્મ ગયા સપ્ટેમ્બરમાં ફ્લોર પર ગઈ હતી અને હવે કેટલાક હાઇ ઑક્ટેન એક્શન સીન્સ માટે ટીમ ફૉરેન લોકેશન પર પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રૉફ વચ્ચે સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ જોવા મળી શકે છે અને દર્શકોને ટાઇગરની એક્શન પણ જોવા મળશે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ નક્કી કરાયેલા શેડ્યૂલમાં પૂરું થઈ શકે છે. ફૉરેન લોકેશન પછી ભારતમાં કેટલાક સીન શૂટ કરવામાં આવી શકે છે. ત્યાં ટાઇગરે ફિલ્મ માટે એબ્સ તૈયાર કર્યા છે અને તાજેતરમાં જ પોતાની એક સેલ્ફી તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી, જેમાં તેના એબ્સ દેખાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK