શ્રદ્ધા કપૂરે ફિલ્મ 'રામાયણ' અને આગામી ફિલ્મો વિશે કર્યો ખુલાસો

Published: Sep 26, 2019, 12:59 IST | મુંબઈ

હાલ શ્રદ્ધા કપૂર પોતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મો 'સાહો' અને 'છિછોરે'ની સફળતાનો આનંદ ઉઠાવી રહી છે. સાથે જ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મો વિશે પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે.

શ્રદ્ધા કપૂર (ફાઈલ ફોટો)
શ્રદ્ધા કપૂર (ફાઈલ ફોટો)

હાલ શ્રદ્ધા કપૂર પોતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મો 'સાહો' અને 'છિછોરે'ની સફળતાનો આનંદ ઉઠાવી રહી છે. સાથે જ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મો વિશે પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. કેટલાક દિવસો પહેલા ચર્ચા હતી કે શ્રદ્ધા કપૂર 'છિછોરે'ના ડિરેક્ટર નિતેશ તિવારી સાથે ફરી કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનું નામ 'રામાયણ' હોવાની પણ ચર્ચા હતી. સાથે જ શ્રદ્ધા કપૂર લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં રણબીર કપૂરની ઓપોઝિટ કાસ્ટ થઈ હોવાની પણ ચર્ચા હતી.

સતત બે હિટ ફિલ્મ આપ્યા બાદ શ્રદ્ધા કપૂરના સિતારા તેજ છે. રિપોર્ટ્સ હતા કે શ્રદ્ધા કપૂરને નીતેશ તિવારીએ રામાયણમાં કાસ્ટ કરવા અપ્રોચ કર્યો હતો. આ ઉપરાંત ડિરેક્ટર લવ રંજનની ફિલ્મ દીપિકા પાદુકોણેએ છોડ્યા બાદ તેમણે શ્રદ્ધા કપૂરને સંપર્ક કર્યો છે. લવ રંજનની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અજય દેવગણને કાસ્ટ કરાયા છે. જો કે શ્રદ્ધા કપૂરે આ મામલે ખુલાસો કરી દીધો છે.

શ્રદ્ધા કપૂરે બંને ફિલ્મ વિશે વાત કરતા કહ્યું છે કે,'તેને આ બંનેમાંથી એક પણ ફિલ્મની ઓફર નથી મળી. છિછોરેમાં નિતેશ તિવારી સાથે કામ કર્યા બાદ મને ફરીવાર તેમની સાથે કામ કરવાની ઈચ્છા છે.' તો નિતેશ તિવારી પણ રામાયણને લઈ શ્રદ્ધા કપૂર સાથે કોઈ વાત ન થઈ હોવાનું કહી ચૂક્યા છે. શ્રદ્ધા કપૂરે લવ રંજનની ફિલ્મ પણ તેને ઓફર ન થઈ હોવાનો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચોઃ Dev Anand:એક શર્ટના કારણે મળ્યા હતા ગુરુ દત્ત અને દેવ આનંદ, જાણો અજાણી વાતો

ઉલ્લેખનીય છે કે હાલ શ્રદ્ધા કપૂર બાગી 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. બાગીના પહેલા ભાગમાં શ્રદ્ધા કપૂર હતી, તો બીજા પાર્ટમાં દિશા પટણીએ તેને રિપ્લેસ કરી હતી. હવે ત્રીજા પાર્ટમાં ફરી શ્રદ્ધા કપૂર દેખાશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ લીડ રોલમાં છે. આ ઉપરાંત શ્રદ્ધા કપૂર વરુણ ધવન સતે સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં પણ કામ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK