Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઈગર શ્રોફની 'બાગી 3' ફિલ્મનું શૂટિંગ શરૂ, આ છે અભિનેત્રી

ટાઈગર શ્રોફની 'બાગી 3' ફિલ્મનું શૂટિંગ શરૂ, આ છે અભિનેત્રી

13 September, 2019 02:26 PM IST | મુંબઈ

ટાઈગર શ્રોફની 'બાગી 3' ફિલ્મનું શૂટિંગ શરૂ, આ છે અભિનેત્રી

ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ


રિતેશ દેશમુખ, ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'બાગી 3'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાની ‘બાગી’ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી સીરીઝની 'બાગી 3' ફિલ્મ છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો કો-પ્રોડ્યૂસ કરી રહ્યું છે. ‘બાગી 3’ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં દેખાશે. રિતેશ દેશમુખ ફિલ્મમાં ટાઇગર શ્રોફના મોટા ભાઈના રોલમાં જોવા મળશે અને તે ફિલ્મનો વિલન પણ છે. ‘બાગી’ સિરીઝની પહેલી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં હતાં.




સાથે જ આ શ્રદ્ધા અને રિતેશ ‘એક વિલન’ બાદ બીજીવાર સાથે કામ કરશે. જ્યારે રિતેશ અને ટાઇગર પહેલી વાર આ ફિલ્મમાં સાથે કામ કરશે. આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા લોકપ્રિય અહમદ ખાન ડિરેક્ટ કરવાના છે.

આ પણ વાંચો : આવી રીતે પોતાને ફિટ રાખે છે દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો


આ એક્શન ફિલ્મ અગાઉની બન્ને ફિલ્મો કરતાં વધારે મોટાપાયે બનવાની છે. આ ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ એક્શન સીન્સ પણ વધુ ગ્રાન્ડ હશે. ‘બાગી’ સિરીઝની ત્રીજી ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ લાર્જર ધેન લાઈફ અપિઅરન્સ હશે. ટાઈગરે આ ફિલ્મ માટે ખાસ વિવિધ પ્રકારના હથિયાર વાપરવાનું શીખ્યું છે અને અને જુદી-જુદી ફાઇટિંગ સ્ટાઇલ્સની પણ ટ્રેનિંગ લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2019 02:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK