કોરોનાએ શૂટિંગ પર પાણી ફેરવી નાખ્યું!

Published: Jul 27, 2020, 08:35 IST | Nirali Dave | Mumbai

આગામી સિરિયલ ‘એક મકાન એક દુકાન’નું થયેલું શૂટિંગ રદબાતલ કરવામાં આવ્યું, હિતેન તેજવાણી અને સોનલ વેન્ગુર્લેકર સહિતના કલાકારોએ પણ નવેસરથી આપ્યું ઑડિશન

હિતેન તેજવાણી
હિતેન તેજવાણી

લૉકડાઉન ખૂલ્યા બાદ ટીવી-શોનાં શૂટિંગ શરૂ થઈ જવાને લીધે નિર્માતાઓએ રાહતનો દમ લીધો છે, પણ આ બાબતે મહેશ પાંડે પ્રોડક્શન સાથે વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે. વાત એમ છે કે કલર્સની ‘વિદ્યા’ સિરિયલના નિર્માતા મહેશ પાંડે સ્ટાર પ્લસ માટે ‘એક મકાન એક દુકાન’ નામનો શો બનાવી રહ્યા છે જેનું શૂટિંગ વારાણસીમાં ફેબ્રુઆરીમાં એટલે કે ‘કોરોના’ પહેલાં શરૂ થયું હતું. એ પછી લૉકડાઉન જાહેર થયા બાદ બધું મુલતવી રાખવામાં આવ્યું. હવે પૂરતી તકેદારી રાખીને શૂટિંગ શરૂ થઈ ગયું છે, પણ આ શોનું શૂટિંગ અટક્યું ત્યાંથી નહીં, પરંતુ એકડેએકથી શરૂ થશે એટલે કે સ્ટોરી, જોનર, સ્થળ બધું જ બદલાઈ જશે.

‘એક મકાન એક દુકાન’ આમ તો ફૅમિલી-ડ્રામા શો હતો, પણ હવે એને કૉમેડી શો કરી નાખવામાં આવશે. એટલું જ નહીં, શોના કલાકારો હિતેન તેજવાણી, સોનલ વેન્ગુર્લેકર, રિન્કુ ધવને વારાણસીમાં શૂટિંગ કર્યું હતું, પણ હવે શોનું જોનર બદલાઈ જતાં તેમણે ઘેરબેઠાં ફરી ઑડિશન આપ્યું છે. હવે શૂટિંગ એક-બે દિવસમાં શરૂ થવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK