'સિમ્પલ મર્ડર' સિરીઝનું શૂટિંગ રામોજી ફિલ્મસિટીમાં શરૂ

Published: Jul 08, 2020, 01:04 IST | Nirali Dave | Mumbai

આ ક્રાઇમ-થ્રિલર સિરીઝમાં મોહમ્મદ ઝિશાન ઐયુબ, મીરા ચોપડા, સુશાંત સિંહ (16 ડિસેમ્બર ફેમ) અને અમિત સયાલ જોવા મળશે

મોહમ્મદ ઝિશાન ઐયુબ
મોહમ્મદ ઝિશાન ઐયુબ

ડિજિટલ માર્કેટનો નવો મેમ્બર ‘સોની લિવ’ લૉકડાઉન ખૂલ્યા બાદ શૂટિંગ શરૂ કરનારું પ્રથમ ઓટીટી પ્લૅટફૉર્મ બની ગયું છે. આ સ્ટ્રીમિંગ સર્વિસનો આગામી પ્રોજેક્ટ એક મર્ડર-મિસ્ટ્રી સિરીઝ છે જેનું નામ ‘સિમ્પલ મર્ડર’ રાખવામાં આવ્યું છે. કોરોનાને લીધે અટકી ગયેલું શૂટિંગ સરકારી ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ‘સિમ્પલ મર્ડર’નું શૂટિંગ હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મસિટીમાં શરૂ થઈ ગયું છે. આ આખી વેબ-સિરીઝ રામોજીમાં જ શૂટ થવાની છે અને એ આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની શક્યતા છે.

અખિલેશ જૈસવાલ લિખિત અને સચિન પાઠક નિર્દેશિત આ શોમાં મોહમ્મદ ઝિશાન ઐયુબ (‘રાંઝણા’ ફેમ), મીરા ચોપડા (‘સેક્શન ૩૭૫’ ફેમ), સુશાંત સિંહ (‘૧૬ ડિસેમ્બર’ ફેમ), અમિત સિયાલ (‘ઇનસાઇડ એજ’ ફેમ) જેવા કલાકારો જોવા મળશે.

સોની લિવ પર ૧૦ જુલાઈએ ‘અનદેખી’ નામનો શો રિલીઝ થવાનો છે અને એ પછી ઘણી રસપ્રદ સિરીઝ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. સોની લિવનો હેતુ ક્વૉલિટી કન્ટેન્ટ પૂરું પાડવાનો છે અને એ માટે આ પ્લૅટફૉર્મે અશ્વિની ઐયર તિવારી, નિખિલ અડવાણી, તિગ્માંશુ ધુલિયા, નીતેશ તિવારી, વિકાસ બહલ જેવા ફિલ્મમેકર સાથે પાર્ટનરશિપ પણ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK