Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાહોની ટીમ પહોંચી મુંબઈ, શરૂ કર્યું શૂટિંગ

સાહોની ટીમ પહોંચી મુંબઈ, શરૂ કર્યું શૂટિંગ

22 April, 2019 12:16 PM IST | મુંબઈ

સાહોની ટીમ પહોંચી મુંબઈ, શરૂ કર્યું શૂટિંગ

નીલ નીતિને ઈન્સ્ટા પર પોસ્ટ કરી આ તસવીર

નીલ નીતિને ઈન્સ્ટા પર પોસ્ટ કરી આ તસવીર


પ્રભાસ અને શ્રદ્ધાની જોડીને ચમકાવતી ફિલ્મ સાહોની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે સાહોની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને શૂટિંહ પણ શરૂ થઈ ગયું છે.

નીલ નીતિન મુકેશે તેના ઈન્સ્ટાગ્રામ પર કો-સ્ટાર શ્રદ્ધા કપૂર અને ડિરેક્ટર સુજીત સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું કે, "એક્શન ટાઈમ ઈન મુંબઈ ફાઈનલી. સાહો ઈન મુંબઈ, વિથ એવર સો બ્યુટિફુલ શ્રદ્ધા કપૂર એન્ડ માય ડાર્લિંગ બ્રધર એન્ડ ડિરેક્ટર સુજીત."




એકદમ નવા જ લૂકમાં જોવા મળશે પ્રભાસ
પ્રભાસના જન્મદિવસ પર મેકર્સે શેડ્સ ઑફ સાહોનું પહેલું ચેપ્ટર રીલિઝ કર્યું હતું. જેમાં ફિલ્મની કેટલીક ઝલકો બતાવવામાં આવી હતી. સાથે ફિલ્મનું મેકિંગ, બિહાઈન્ડ ધ સિન્સ અને કેટલાક ફૂટેજ પણ હતા. સાહો એક એક્શન ફિલ્મ છે. જેમાં પ્રભાસનો એકદમ નવો જ લૂક જોવા મળી રહ્યો છે.

ફિલ્મમાં શ્રદ્ધા પણ સ્ટન્ટ કરતી જોવા મળશે. પ્રભાસ અને શ્રદ્ધાની સાથે ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રૉફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ સુજીતે લખી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 12:16 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK