સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે ભૂલભુલૈયા 2નું શૂટિંગ

Published: Jun 27, 2020, 21:50 IST | Agencies | Mumbai

અમે મોટો સેટ બનાવ્યો હતો અને આટલા મહિના બાદ પણ એ સેટ હજી જળવાઈ રહ્યો છે. ફિલ્મની કન્ટિન્યુઇટીને જાળવી રાખવા માટે અમારે બાકીના ભાગનું શૂટિંગ ત્યાં કરવું પડશે.

અનીસ બઝ્મી
અનીસ બઝ્મી

ફિલ્મમેકર અનીસ બઝમીનું કહેવું છે કે ‘ભૂલભુલૈયા 2’નું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. તેઓ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મંજૂરી મળે એની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન અને શાઇની આહુજા જોવા મળ્યાં હતાં. હવે એની સીક્વલમાં કાર્તિક આર્યન અને કિઆરા અડવાણી જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં કરવામાં આવ્યું હતું. હજી થોડુંઘણું શૂટિંગ બાકી છે. ફિલ્મના શૂટિંગ વિશે અનીસ બઝમીએ કહ્યું હતું કે ‘ફિલ્મ પૂરી કરવા માટે અમારે લખનઉ જવાનું છે. અમે મોટો સેટ બનાવ્યો હતો અને આટલા મહિના બાદ પણ એ સેટ હજી જળવાઈ રહ્યો છે. ફિલ્મની કન્ટિન્યુઇટીને જાળવી રાખવા માટે અમારે બાકીના ભાગનું શૂટિંગ ત્યાં કરવું પડશે. સાથે જ કાસ્ટ અને ક્રૂની સલામતી પણ અગત્યની છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ અમે શૂટિંગ શરૂ કરીશું. આશા રાખીએ છીએ કે સપ્ટેમ્બરમાં ‘ભૂલભુલૈયા 2’નું શૂટિંગ શરૂ કરીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK