Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અંબાણી પરિવારની વહુ શ્લોકા મેહતાની ઐશ્વર્યા સાથેની ફોટો થઇ રહી છે વાયરલ

અંબાણી પરિવારની વહુ શ્લોકા મેહતાની ઐશ્વર્યા સાથેની ફોટો થઇ રહી છે વાયરલ

16 July, 2019 06:46 PM IST | મુંબઈ ડેસ્ક

અંબાણી પરિવારની વહુ શ્લોકા મેહતાની ઐશ્વર્યા સાથેની ફોટો થઇ રહી છે વાયરલ

શ્લોકા મેહતા સાથે આકાશ અંબાણી

શ્લોકા મેહતા સાથે આકાશ અંબાણી


દેશના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રવધૂ શ્લોકા મેહતાની હવે એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તેની સાથે બચ્ચન પરિવારની વધૂ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેમજ આરાધ્યા પણ જોવા મળે છે. આ તસવીર ઈશા અંબાણીના લગ્નની છે.

આ તસવીરમાં શ્લોકા મેહતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે મળીને મહેમાનો માટે થાળી પીરસતી જોવા મળે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર શ્લોકા મેહતાના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પણ આ અકાઉન્ટ તેનું પોતાનું જ છે કે નહીં તેની કોઈ ખરાઈ કરવામાં આવી નથી.



આ અવસરે ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ આ કામમાં મદદ કરતી જોવા મળે છે. નોંધનીય છે કે 12 ડિસેમ્બર 2018ના રોજ ઈશા અંબાણીના આનંદ પિરામલ સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ અવસરે બોલીવુડના તમામ સિતારાઓ જોવા મળ્યા હતા. લગ્નમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા અન્ય કલાકારોને ગુજરાતી રીતિ-રિવાજો પ્રમાણે આવેલા મહેમાનોને જમવાનું પીરસતાં પણ જોવા મળ્યા હતા.


 
 
 
View this post on Instagram

#aishwaryarai

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) onMay 1, 2019 at 11:59am PDT


આ લગ્નમાં શાહરુખ ખાન સિવાય બોલીવુડના અન્ય કલાકારો પણ દેખાયા હતા. બધાંએ આ અવસરે લગ્નમાં મનોરંજન પૂરું પાડવામાં કોઈ કસર બાકી રાખી નહતી. ઈશા અંબાણી અને આનંદ પિરામલ બન્ને મુંબઇના ઘરમાં રહે છે. આ ઘરની અંદરની તસવીરો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેને જોઈને તમારું પણ મોઢું ખુલ્લું રહી જશે... ઈશા અને આનંદનું આ ઘર કોઈ સપનાના મહેલો કરતાં ઓછું નથી. અંબાણી અને પિરામલ બન્ને દેશના મોટા ઉદ્યોગપતિ છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુકેશ અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકાનો જન્મદિવસ હતો. લગ્ન બાદ આ શ્લોકાના પહેલો જન્મદિવસ હતો એટલે અંબાણી પરિવારે તેને ખાસ બનાવવામાં કોઈ જ કસર નથી છોડી. આખા પરિવારે એક એનિમેટેડ વીડિયો બનાવ્યો અને શ્લોકાના વિશ કર્યું. તો મુકેશ અંબાણીએ શ્લોકા પાસેથી ખાસ ભેટ પણ માંગી.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 06:46 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK