બેહદની માયા ફસાઈ ગઈ લિફ્ટમાં: તેને બચાવવા જતાં રુદ્ર થયો ઇન્જર્ડ

Published: Dec 13, 2019, 13:53 IST | Parth Dave | Ahmedabad

૨૦૧૬-૧૭ દરમ્યાન સોની ટીવી પર આવેલા રોમૅન્ટિક-થ્રિલર શો ‘બેહદ’ની હાલમાં બીજી સીઝન ચાલી રહી છે જેમાં માયા તેના પૂર્વ બૉયફ્રેન્ડ મૃત્યુંજય રૉય પાસે બદલો લેવા તેના પુત્રો રુદ્ર અને રિશીને ફસાવી રહી છે.

જેનિફર વિન્ગેટ
જેનિફર વિન્ગેટ

૨૦૧૬-૧૭ દરમ્યાન સોની ટીવી પર આવેલા રોમૅન્ટિક-થ્રિલર શો ‘બેહદ’ની હાલમાં બીજી સીઝન ચાલી રહી છે જેમાં માયા તેના પૂર્વ બૉયફ્રેન્ડ મૃત્યુંજય રૉય પાસે બદલો લેવા તેના પુત્રો રુદ્ર અને રિશીને ફસાવી રહી છે.

‘બેહદ’માં જેનિફર વિન્ગેટ માયા તરીકે, મૃત્યુંજય તરીકે આશિષ ચૌધરી અને રુદ્ર તથા રિશી તરીકે શિવિન નારંગ અને રજત વર્મા છે. થયું એવું છે કે રુદ્રને ફસાવવા જતાં માયા ખુદ લિફ્ટમાં ફસાઈ ગઈ છે! વાત એમ છે કે જેનિફર અને શિવિનનો શૂટનો પહેલો દિવસ કન્સ્ટ્રક્શન સાઇટ પર હતો અને શૂટિંગ દરમ્યાન જેનિફર લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. તે લિફ્ટ સાથે ખેંચાવા લાગી હતી એ જોઈ જતાં રુદ્રે તેને બચાવી હતી. એમ કરતાં રુદ્રને હાથમાં ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો : કુંડલી ભાગ્ય નંબર વન પર, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છઠ્ઠા સ્થાને પટકાઈ

શિવિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમારું પહેલું આઉટડોર શૂટ કન્સ્ટ્રક્શન સાઇટ પર હતું. એમાં એક સીક્વન્સમાં જેનિફરને લિફ્ટ પર રહેવાનું હતું. સામાન્ય રીતે આવા સંજોગોમાં કલાકારોનું પૂરતું ધ્યાન પ્રોડક્શન તરફથી રખાતું હોય છે અને જેનિફર પાસે પણ સેફ્ટી ગિઅર અને હારનેસ (રક્ષણ માટે બાંધવામાં આવતો પટ્ટો) હતા, પણ બદનસીબે તેનો પટ્ટો ટાઇમ પર ફસાઈ ગયો અને જેવી લિફ્ટ ચાલી જેનિફર તેના સાથે ઢસડાવા માંડી. મારું ધ્યાન જતાં મેં તેને પકડીને ખેંચી. એમ કરતાં મારા હાથમાં ઈજા પહોંચી અને જેનિફરને પણ ઉઝરડા થયા છે. જોકે હવે બન્નેને સારું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK