કાર્તિક-નાયરા બન્યા સલમાન અને માધુરી, શૉમાં થવાની છે આ ધમાલ

Published: Aug 05, 2020, 18:01 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ટેલિવિઝનની સૌથી ફૅમસ જોડી અને પ્રખ્યાત શૉ 'યે રિશ્તા કહેલાતા હૈ'ના લીડ કપલ શિવાંગી જોશી અને મોહસિન ખાન જલદી જ એક નવા અંદાજમાં નજર આવવાના છે. તેઓ ફિટ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'ના સલમાન ખાન અને માધુરી દીક્ષિતના ગેટઅપમાં જોવા મળશે.

મોહસિન ખાન અને શિવાંગી જોશી
મોહસિન ખાન અને શિવાંગી જોશી

ટેલિવિઝનની સૌથી ફૅમસ જોડી અને પ્રખ્યાત શૉ 'યે રિશ્તા કહેલાતા હૈ'ના લીડ કપલ શિવાંગી જોશી અને મોહસિન ખાન જલદી જ એક નવા અંદાજમાં નજર આવવાના છે. તેઓ ફિટ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'ના સલમાન ખાન અને માધુરી દીક્ષિતના ગેટઅપમાં જોવા મળશે.

કાર્તિક-નાયરા પ્રખ્યાત ગીત 'દીદી તેરા દેવર દીવાના' ગીત પર પણ પર્ફોમન્સ કરશે. આ શૉમાંથી બન્નેના ફોટા સામે આવ્યા છે. આવનારા એપિસોડમાં બતાવવામાં આવશે કે આ પરિવાર ગાયુના બેબી શાવરની ઉજવણી કરશે. કાર્તિક-નાયરા બેબી શાવર માટે સલમાન-માધુરીનો ગેટઅપ લેશે. આ પૂરા લૂકમાં શિવાંગી બહુ જ સુંદર લાગી રહી છે. સાથે કાર્તિક પણ ઘણો સ્માર્ટ લાગી રહ્યો છે.

હાલ ગાયુ ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનશે. ગાયુના બેબી શાવરને રંગીન બનાવવામાં કાર્તિ-નાયરા કોઈ કસર નહીં છોડશે.

હાલ શૉમાં ચાલી રહેલા પ્લોટ વિશે વાત કરતાં કાર્તિક અને નાયરા પોતાનું ઘર બચાવવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યા છે. લૉકડાઉન થવાને કારણે તેનો આખો ધંધો અટકી ગયો છે. આથી જ કાર્તિક-નાયરા પૈસા મેળવવા માટે તમામ શક્ય પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ જુઓ : Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ

શૉમાં એક નવા પાત્રની એન્ટ્રી થઈ ગઈ છે. સીતા નામની એક મહિલા કાર્તિક અને નાયરાને લોન આપવા માટે તૈયાર પણ થઈ ગઈ છે. પરંતુ નાયરાની એક ભૂલથી આખી બાજી પલટાઈ ગઈ છે. વાત ત્યાં સુધી પહોંચી કે કાર્તિકને પણ જેલમાં જવું પડ્યું. જો કે હવે કાર્તિક જેલની બહાર આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કાર્તિક અને નાયરા પોતાના ઘર અને ધંધાને બચાવવા શું યુક્તિઓ અપનાવે છે.

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ભારતીય ટીવી ઈતિહાસમાં સૌથી લાંબો ચાલતા ટીવી શૉમાંનો એક છે. આ શૉને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. કાર્તિક-નાયરા ચાહકોનું પ્રિય પાત્ર છે. કાર્તિક-નાયરા પહેલા હિના ખાન અને કરણ મેહરા લીડ રોલમાં હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK