Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ખુદા હાફિઝ' માટે શિવ પંડિતે દિલ્હીમાં બેઠાં-બેઠાં ડબિંગ કર્યું

'ખુદા હાફિઝ' માટે શિવ પંડિતે દિલ્હીમાં બેઠાં-બેઠાં ડબિંગ કર્યું

29 July, 2020 08:25 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

'ખુદા હાફિઝ' માટે શિવ પંડિતે દિલ્હીમાં બેઠાં-બેઠાં ડબિંગ કર્યું

શિવ પંડિત

શિવ પંડિત


શિવ પંડિતે તેની આગામી ફિલ્મ ‘ખુદા હાફિઝ’ માટે દિલ્હીમાં બેઠાં-બેઠાં ડબિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે વિદ્યુત જામવાલ પણ છે. શિવ પંડિતે અગાઉ ‘શૈતાન’ અને અક્ષયકુમાર સાથેની ‘બૉસ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેનું ડબિંગ બાકી હતું. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન હોવાથી તે દિલ્હીથી મુંબઈ આવી શકે એમ નહોતું. જોકે તેણે કોઈ પણ હિસાબે દિલ્હીથી ડબિંગ કરવાનું નક્કી કર્યું હતું. શિવ પંડિતે દિલ્હીમાં એક સ્ટુડિયો શોધી કાઢ્યો હતો જેની મદદથી તે ઑડિયો-વિઝ્યુઅલ ટેક્નૉલૉજી સૉફ્ટવેર સેશન લિન્ક પ્રો દ્વારા ડબિંગ કરી શક્યો હતો. આ વિશે વાત કરતાં શિવ પંડિતે કહ્યું હતું કે ‘મારે એ વાતની ખાતરી રાખવાની હતી કે મારા કારણે ફિલ્મ ડિલે ન થાય. આ ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર શાહાબ આલમે મને આ સ્ટુડિયો શોધવામાં મદદ કરી હતી જ્યારે તે પોતે પણ વારાણસીમાં ફસાયેલો હતો. જ્યારે બાકીની ‘ખુદા હાફિઝ’ની ટીમ મુંબઈમાં હતી. આ ટેક્નૉલૉજીની મદદથી અમે દિલ્હી, વારાણસી અને મુંબઈમાં બેઠેલા તમામ વ્યક્તિ એકમેક સાથે કનેક્ટ થયા હતા. હું જ્યારે મારા ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે મેં માસ્ક, ગ્લવ્ઝની સાથે મારા પોતાના હેડફોન અને સૅનિટાઇઝ કરવા માટે મારી પોતાની બૉટલ પણ સાથે રાખ્યા હતા. દરેક ડબિંગ સેશન પહેલાં સ્ટુડિયોને સૅનિટાઇઝ કરવામાં આવતો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 08:25 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK