રૉના ચીફ અધિકારીના પાત્રમાં શિશિર શર્મા

Published: Dec 30, 2019, 12:27 IST | Parth Dave | Ahmedabad

પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર થયેલા ટેરરિસ્ટ અટૅક પર બનશે સિરીઝ

શિશિર શર્મા
શિશિર શર્મા

ટીવી અને ફિલ્મ-જગતમાં અમુક કલાકારોની ઇમેજ ફિક્સ થઈ જતી હોય છે. તેમને તેમની ઇમેજ પ્રમાણે જ પાત્રો મળતાં હોય છે. ડીડી નૅશનલ પર વર્ષ ૧૯૯૫-૯૭ દરમ્યાન આવતી ‘સ્વાભિમાન’ સિરિયલથી લઈને ‘મિલે જબ હમ તુમ’ અને ‘મોહિ’ સહિતની સિરિયલો કરનાર અભિનેતા શિશિર શર્માના કિસ્સામાં એવું જ થયું છે.

ઉપરોક્ત સિરિયલો ઉપરાંત શિશિર આમિર ખાનની ફના, મેઘના ગુલઝારની તલવાર તથા ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક સહિતની ફિલ્મો કરી ચૂક્યા છે અને આ ફિલ્મોમાં અનુક્રમે તેમણે ડિફેન્સ મિનિસ્ટર, સીબીઆઇ ચીફ અને જનરલનાં પાત્ર ભજવ્યાં છે. હવે તેઓ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉલ્લુની આગામી સિરીઝ ‘પેશાવર’માં રૉના ઑફિસરના પાત્રમાં જોવા મળશે. ‘પેશાવર’ સિરીઝ વર્ષ ૨૦૧૪ની ૧૬ ડિસેમ્બરે પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર થયેલા ટેરરિસ્ટ અટૅક પર આધારિત છે. આ અટૅકમાં ૧૪૮ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી મોટા ભાગનાં બાળકો હતાં. શિશિર શર્મા ઉપરાંત આ સિરીઝમાં આદર્શ બાળકૃષ્ણ, અશ્મિત પટેલ, રાજીવ સેન, રક્ષંદા ખાન, રુશદ રાણા, સાક્ષી પ્રધાન સહિતના કલાકારોને કાસ્ટ કરાયાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK