દીકરી સાથે પહેલીવાર મીડિયા સામે આવી શિલ્પા શેટ્ટી, વિડિયો થયા વાયરલ

Published: Mar 10, 2020, 12:05 IST | Mumbai

દીકરીના આગમનથી કુન્દ્રા પરિવાર બહુ ખુશખુશાલ છે અને વાયરલ વિડિયોમાં તેમની ખુશી આંખે ઉડીને વળગે છે

શિલ્પા શેટ્ટી પરિવાર સાથે
શિલ્પા શેટ્ટી પરિવાર સાથે

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ને રાજ કુન્દ્રા બીજીવાર માતા-પિતા બન્યા છે. ૧૫ ફેબ્રુઆરી 2020ના રોજ તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. ૪૪ વર્ષની ઉંમરે બીજી વખત માતા બનેલીઅભિનેત્રી શિલ્પા શેટ્ટીએ દીકરીના જન્મની જાણકારી પોસ્ટ કરીને ફેન્સને આપી હતી. તાજેતરમાં કુન્દ્રા પરિવાર દીકરી સાથે જાહેરમાં જોવા મળ્યો હતો. મુંબઈ એરપોર્ટની બહારના વિડિયો સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે.

 
 
 
View this post on Instagram

#shilpashetty today with the new born baby #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMar 9, 2020 at 5:20am PDT

વાયરલ વિડિયોમાં શિલ્પા શેટ્ટી પતિ અને બાળકો સાથે મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળે છે. જોકે, વિડિયોમાં શિલ્પા શેટ્ટી દીકરીનો ચહેરો બતાડતી નથી. પરંતુ વિડિયોમાં કુન્દ્રા પરિવારની ખુશી આંખે ઉડીને વળગે એવી છે.

 
 
 
View this post on Instagram

#shilpashetty with her baby who takes her first trip #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMar 9, 2020 at 5:11am PDT

શિલ્પા શેટ્ટી સરોગેસી દ્વારા બીજીવાર માતા બની છે. તેણે દીકરીનું નામ સમિશા શેટ્ટી પડ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK