શિલ્પા શેટ્ટીએ દીકરીના જન્મની ખુશીમાં રાખી પાર્ટી, જુઓ તસવીરો

Updated: Feb 24, 2020, 19:32 IST | Mumbai Desk

સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના થયો હતો, પણ તેના જન્મના સમાચાર શિલ્પા શેટ્ટીએ મહાશિવરાત્રીના દિવસે આપ્યા હતા.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તાજેતરમાં જ બીજીવાર માતા બની છે. સરોગસી દ્વારા શિલ્પાના ઘરે એક નાનકડી પરીએ જન્મ લીધે છે જેનું નામ છે સમીશા શેટ્ટી કુન્દ્રા છે. મહાશિવરાત્રીના દિવસે શિલ્પાએ સોશિયલ મીડિયા પર દીકરીની એક તસવીર શૅર કરી જેમાં તેનો હાથ દેખાતો હતો. તસવીર શૅર કરતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે બીજીવાર માતા બની છે. જો કે, સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના થયો હતો, પણ તેના જન્મના સમાચાર શિલ્પા શેટ્ટીએ મહાશિવરાત્રીના દિવસે આપ્યા હતા.

 
 
 
View this post on Instagram

Celebrating our baby Samisha Shetty Kundra ❤️❤️❤️

A post shared by Akanksha (@akankshamalhotra) onFeb 23, 2020 at 4:19am PST

સમીશાના જન્મ પછી અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના ઘરે પાર્ટી રાખી જેમાં તેણે કેટલાક ખાસ મિત્રોને આમંત્રિત કર્યા હતા. પાર્ટીની તસવીરો શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તો શૅર નથી કરી પણ તેની મિત્ર આકાંક્ષા મલ્હોત્રાએ કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં બધાં સમીશાની વેલકમ પાર્ટી સેલિબ્રેટ કરતાં દેખાય છે. તસવીરોમાં સમીશાનું કેક પણ દેખાય છે.

 
 
 
View this post on Instagram

||Om Shri Ganeshaya Namah|| Our prayers have been answered with a miracle... With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, 🧿𝐒𝐚𝐦𝐢𝐬𝐡𝐚 𝐒𝐡𝐞𝐭𝐭𝐲 𝐊𝐮𝐧𝐝𝐫𝐚🧿 Born: February 15, 2020 Junior SSK in the house😇 ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name - our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings🙏🏻❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra 🧿 #gratitude #blessed #MahaShivratri #daughter #family #love

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) onFeb 20, 2020 at 9:41pm PST

શિલ્પા પાંચ વર્ષથી બીજીવાર બનવા માગતી હતી માતા
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પાસે પહેલાથી જ એક મોટો દીકરો છે જેનું નામ છે વિહાન. દીકરીના જન્મ પછી અભિનેત્રીએ આ વાતને ખુલાસો કર્યો છે કે તે છેલ્લા પાંચ વર્ષથી બીજીવાર માતા બનવાના પ્રયત્નો કરી રહી હતી. મુંબઇ મિરર સાથે વાત કરતાં શિલ્પાએ કહ્યું કે, તે અને રાજ છેલ્લા પાંચ વર્ષથી બીજા બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યારે તેને ખબર પડી કે ફેબ્રુઆરીમાં તે ફરીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. ત્યાં સુધી તેણે ફિલ્મ 'નિકમ્મા' સાઇન કરી લીધી હતી અને 'હંગામા'ને પોતાની તારીખો આપી દીધી હતી. ત્યાર બાદ બન્નેએ પ્રૉજેક્ટ્સ પૂરા કર્યા. આ માટે શિલ્પાએ પોતાના મેનેજર અને ટીમને પણ તેની મદદ કરવા માટે આભાર માન્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK