Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટીએ આલિયા ભટ્ટને 'ગોલ ગપ્પા' તો વિકી કૌશલને આપ્યું આ નામ

શિલ્પા શેટ્ટીએ આલિયા ભટ્ટને 'ગોલ ગપ્પા' તો વિકી કૌશલને આપ્યું આ નામ

18 November, 2019 06:01 PM IST | Mumbai

શિલ્પા શેટ્ટીએ આલિયા ભટ્ટને 'ગોલ ગપ્પા' તો વિકી કૌશલને આપ્યું આ નામ

શિલ્પા શેટ્ટી અને સોફી ચૌધરી

શિલ્પા શેટ્ટી અને સોફી ચૌધરી


શિલ્પા શેટ્ટી ઘણી સક્રિય એક્ટ્રેસ છે. પછી વાત હોય ફિટનેસની કે સોશિયલ મીડિયાની, શિલ્પા ઘણી એક્ટિવ રહે છે. તે ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કરતી રહે છે. એવો જ એક વીડિયો છે, જેમાં તે આલિયા ભટ્ટને 'ગોલ ગપ્પા' અને વિકી કૌશલને 'લૌકી(દૂધી)' જણાવી રહી છે. વીડિયોના અપલોડ કરતા જ એને લગભગ 50 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે.

 




 


હકીકતમાં એ છે કે શિલ્પાએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ઈન્ટવ્યૂનો એક વીડિયો શૅર કર્યો છે. આ એક પ્રોમો છે, જેમાં ઈન્ટરવ્યૂના કેટલાક શૉટ્સ પણ દેખાડવામાં આવ્યા છે. એમાં તે સોફી ચૌધરીની સાથે પોતાના ફિટનેસ પર વાત કરી રહી છે. તે દરમિયાન સોફી કેટલાક નામ ઉછાળે છે, એના બાદ તે એનો જવાબ આપે છે. સોફી પૂછે છે કે 'ગોલ ગપ્પા', તો શિલ્પા કહેતી હે 'આલિયા ભટ્ટ'. જ્યારે સોફી ચૌધરી પૂછે છે લૌકી, તો શિલ્પા જવાબ આપે છે વિકી કૌશલ.

એ સિવાય શિલ્પાએ ગોવિંદાને લઈને પણ મજાક કર્યો છે. એણે કહ્યું કે ગોવિંદા સાથે 6 ફિલ્મો કરી છે, પરંતુ બધી ફિલ્મો ફ્લોપ રહી છે. જણાવી દઈએ કે આ બધી વાતચીત એક શૉ દરમિયાન થઈ રહી છે, જે વૂટ પર સ્ટ્રીમ થવાની છે. આ શૉમાં શિલ્પા ફિટનેસને લઈને વાતચીત કરી રહી છે. પ્રોમોમાં તે પોતાની તુલના વાઈન સાથે કરે છે અને કહે છે, હું વાઈનની જેમ છું, વધતી ઉંમરની સાથે હજુ સારી થઈ જાય છે.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આ શૉ સિવાય શિલ્પા ફિલ્મોની દુનિયામાં પાછી ફરવાની છે. તે 13 વર્ષ બાદ નિક્કમા નામની મૂવી સાથે પાછી સ્ક્રીન પર નજર આવશે. આ વાતની જાહેરાત પણ શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી કરી હતી. આ ફિલ્મને મર્દ કો દર્દ ફેમ અભિમન્યુ સાથે રહેશે. આ ફિલ્મને સબ્બીર ખાન ડિરેક્ટ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 06:01 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK