Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટીએ શું કર્યું કે પતિએ જન્મદિવસ પર કહી દીધું "બસ કર પગલી.."

શિલ્પા શેટ્ટીએ શું કર્યું કે પતિએ જન્મદિવસ પર કહી દીધું "બસ કર પગલી.."

09 September, 2019 08:34 PM IST | મુંબઈ ડેસ્ક

શિલ્પા શેટ્ટીએ શું કર્યું કે પતિએ જન્મદિવસ પર કહી દીધું "બસ કર પગલી.."

શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા


9 સપ્ટેમ્બરે ફક્ત અક્ષય કુમારનો જ જન્મદિવસ નથી હોતો, પણ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો પણ જન્મ દિવસ હોય છે. અક્ષય સાથે કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાને એક ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.

શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં રાજ સાથે તેની કેટલીય તસવીરો મ્યુઝિક સાથે એડિટ કરવામાં આવી છે. આ વીડિયો સાથે શિલ્પાએ લખ્યું છે કે, "જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા કુકી. તું મારા દિલનો રાજા છે. મારા સપનાનો રાજકુમાર છે અને મારા જીવનનો પ્રેમ છે. તું સૌથી સારો પિતા, દીકરો, ભાઈ અને પતિ છે. તને મેળવીને હું મને પોતાને ખુશનસીબ સમજું છું. મારા સુપરહીરો રાજને ઘણી બધી ખુશી, પ્રેમ, સફળથા અને સૌથી વધું સારું આરોગ્ય મુબારક હોજો."




શિલ્પાની આ રોમેન્ટિક પોસ્ટ પર રાજે પણ રસપ્રદ કોમેન્ટ કરી છે. રાજે જવાબ આપ્યો છે. રાજે પ્રેમ ભર્યા સંદેશમાં લખ્યું, "આ સુંદર સંદેશ માટે આભાર, બસ કપ પગલી રુલાયેગી ક્યા!"


આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

શિલ્પા અને રાજે 2009ના ફેબ્રુઆરી મહિનામાં સગાઈ કરી હતી. શિલ્પા સાથે રાજ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ ટીમના માલિક હતા. 2009ના નવેમ્બરમાં બન્નેના લગ્ન થયા. 2012માં શિલ્પા માતા બની. દીકરાનું નામ વિવાન છે. ફિલ્મો સાથે શિલ્પા ટીવી શોઝ પણ કરી રહી છે. તો રાજ, શિલ્પા સાથે પ્રૉડક્શન કંપની પણ ચલાવવા સિવાય પોતાનું બિઝનેસ પણ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 08:34 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK