Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરા વિઆનને ઘરના બગીચામાં શાકભાજી તોડતાં શીખવાડે છે શિલ્પા શેટ્ટી

દીકરા વિઆનને ઘરના બગીચામાં શાકભાજી તોડતાં શીખવાડે છે શિલ્પા શેટ્ટી

10 April, 2020 04:31 PM IST | Mumbai Desk

દીકરા વિઆનને ઘરના બગીચામાં શાકભાજી તોડતાં શીખવાડે છે શિલ્પા શેટ્ટી

દીકરા વિઆનને ઘરના બગીચામાં શાકભાજી તોડતાં શીખવાડે છે શિલ્પા શેટ્ટી


શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેના દીકરા વિઆનને રીંગણ અને મરચાં કેવી રીતે તોડવાં એ શીખવાડી રહી છે. તેણે ચાર મહિના પહેલાં ઘરના બગીચામાં એનાં બી વાવ્યાં હતાં. હવે એ ઊગી જતાં શિલ્પા અને વિઆન બન્ને મળીને એને તોડી રહ્યાં છે. દેશમાં કોરોનાને કારણે લૉકડાઉન છે. એવામાં સૌકોઈ પોતાના ઘરમાં બંધ છે. ઘરમાં રહીને લોકો અને સેલિબ્રિટીઝ વિવિધ ઍક્ટિવિટીઝ કરી રહ્યા છે. પોતાના બગીચામાં દીકરા સાથે આ શાકને તોડવાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી કે ‘એ બાબત ખૂબ ખુશી આપે છે કે તમે કરેલી મહેનતને ફળ મળે છે. પછી એ કોઈ નવી શરૂઆત હોય કે પછી તમારા બાળક કે તમારા છોડને મોટા થતા જોવાનું હોય અથવા તો ફળ કે શાકભાજીને તોડવા જેને તમે ખૂબ જતન અને પ્રેમથી મોટા કર્યા હોય. મેં ચાર મહિના પહેલાં બી વાવ્યાં હતાં. રીંગણ અને મરચાંને ઊગેલાં જોઈને ખૂબ આનંદ થયો. એમ લાગે છે જાણે કે તેઓ કહી રહ્યા છે કે તમે જે વાવશો એ જ પામશો. ઑર્ગેનિક ઉત્પાદન છે. તમારા વિચારોને પણ આવા જ રાખવા જોઈએ. હંમેશાં ક્લીન અને પૉઝિટિવ વિચારવું જોઈએ. એ વિચારો ફળમાં જવાથી એ સુંદર રીતે ખીલી જાય છે. કુદરત હંમેશાંથી મને ખુશ કરી દે છે. આજે હું આ ફ્રેશ વેજિટેબલ્સ અને કુદરતના આશીર્વાદ મળતાં આભારી છું. સાથે જ અમે રીંગણાનું ભડથું લંચમાં ખાધું, એ ખરેખર સ્વાદિષ્ટ હતું.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 04:31 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK