Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટીએ પહેલી વાર બતાવ્યો દીકરી સમીશાનો ચહેરો, જુઓ તસવીર

શિલ્પા શેટ્ટીએ પહેલી વાર બતાવ્યો દીકરી સમીશાનો ચહેરો, જુઓ તસવીર

22 November, 2020 12:46 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શિલ્પા શેટ્ટીએ પહેલી વાર બતાવ્યો દીકરી સમીશાનો ચહેરો, જુઓ તસવીર

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી


બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દીકરી સમીશાની તસવીરો અને વીડિયોઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જો કે, અત્યાર સુધી શિલ્પાએ પોતાની દીકરીનો ચહેરો બતાવ્યો નહોતો. શિલ્પા જ્યારે પણ સમીશાને લઈને બહાર નીકળતી તો તેનો ચહેરો ઢાંકી દેતી હતી. આ વખતે પહેલીવાર શિલ્પા શેટ્ટીએ દીકરી સમીશાનો ચહેરો બતાવ્યો છે. સમીશાની ક્યૂટ તસવીરો જોઇને ચાહકો પણ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

શિલ્પા શેટ્ટી દીકરીને લઈને ઑફિસ માટે જઈ રહી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે તેની દીકરીના ચહેરાની તસવીરો ક્લિક કરી લીધી. તસવીરમાં શિલ્પા શેટ્ટીએ બ્લૂ શર્ટ અને ડેનિમ જીન્સ પહેરી છે. સાથે જ તેણે માસ્ક પણ પહેર્યું છે. શિલ્પાની દીકરી સમીશાએ પિંક ટૉપ અને ગ્રે પેન્ટ પહેરી છે. પિન્ક હેરબૅન્ડમાં તે ખૂબ જ ક્યૂલ લાગી રહી છે.



 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)


સમીશાને જજોઇને શિલ્પાના ચાહકો પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, આખરે તેનો ચહેરો આજે જોવા મળી જ ગયો. અન્ય એક ચાહકે લખ્યું, આ કેટલી સુંદર અને ક્યૂટ છે. તો અન્ય એક યૂઝરે લખ્યું આ તો એકદમ રાજ કુન્દ્રા જેવી દેખાય છે. તો અન્ય એક યૂઝરે લખ્યું, ખૂબ જ સુંદર અને વ્હાલી લાગે છે.


જણાવવાનું કે શિલ્પા શેટ્ટીને એક દીકરો વિયાન પણ છે. તાજેતરમાં જ શિલ્પા સરોગસી દ્વારા માતા બની છે. શિલ્પાએ નેહા ધૂપિયાના શૉમાં ધૂપિયાના શૉમાં 45 વર્ષની વયે મા બનવાને લઈને વાત કરી હતી. તેણે તે સમય યાદ કર્યો જ્યારે વિયાન પછી તેના મિસકેરેજ થઈ હતા. શિલ્પાએ શૉમાં કહ્યું હતું કે જ્યારે તેની દીકરી 5 વર્ષની થશે ત્યારે તે 50ની થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2020 12:46 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK