બરસાતનું શૂટિંગ પૂરું કર્યા બાદ શેખર કપૂરે ફિલ્મ છોડી દીધી હતી:બૉબી

Published: 8th October, 2020 23:29 IST | Mumbai Correspondent | Mumbai

૨૭ દિવસ બરસાતનું શૂટિંગ પૂરું કર્યા બાદ શેખર કપૂરે ફિલ્મ છોડી દીધી હતી : બૉબી દેઓલ

બૉબી દેઓલ
બૉબી દેઓલ

બૉબી દેઓલે તેની પહેલી ફિલ્મ ‘બરસાત’ને યાદ કરતાં જણાવ્યું હતું કે ૨૭ દિવસ શૂટિંગ કર્યા બાદ શેખર કપૂરે આ ફિલ્મ છોડી દીધી હતી. એ વખતે તેમને હૉલીવુડમાંથી ‘બૅન્ડિટ ક્વીન’ બનાવવાની ઑફર મળી હતી. તેમણે ફિલ્મ છોડ્યા બાદ રાજકુમાર સંતોષીને આ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી. આ જ કારણસર ફિલ્મ બે વર્ષ મોડી બની હતી. ફિલ્મ વિશે બૉબી દેઓલે કહ્યું હતું કે ‘એ ખરેખર ખૂબ જ કષ્ટદાયક હતું. મારી તેમની સાથે ખૂબ સારી ફ્રેન્ડશિપ થઈ હતી. જો તમે કોઈની સાથે દોઢ વર્ષનો સમય દરરોજ પસાર કરો તો તેની સાથે સારો સંબંધ બંધાઈ જાય છે. હું શેખરને સતત કહેતો હતો કે તમે ફિલ્મ કેમ નથી પૂરી કરતા? જોકે તેમને મોટી ઑફર મળી હતી એ તેમને માટે અગત્યની હતી. આ જ કારણ છે કે ફિલ્મ બનતાં ઘણો સમય લાગ્યો હતો. નહીં તો મારી ફિલ્મ ૧૯૯૩માં જ રિલીઝ થઈ ગઈ હોત. જોકે આ બધી ઝંઝટને કારણે ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઈ હતી. ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહ હતો. અમે ફિલ્મ શરૂ કરી તો શેખરને હૉલીવુડમાંથી ‘બૅન્ડિટ ક્વીન’ બનાવવાની ઑફર મળી હતી. અમે ૨૭ દિવસનું શૂટિંગ કર્યું હતું. ઇન્ડિયન ડિરેક્ટરને હૉલીવુડમાંથી ઑફર મળવી એ સમયમાં ખૂબ મોટી વાત કહેવાતી હતી. એ ખૂબ મોટો નિર્ણય હતો. મારા પપ્પાએ તેમને કહ્યું હતું કે ‘મારા દીકરાની આ ફિલ્મ ખૂબ અગત્યની છે. હું જાણું છું કે તને હૉલીવુડમાંથી ઑફર મળી છે એથી તારી જે મરજી હોય એ તું કર. જોકે એક વાત કહું છું કે હું અન્ય કોઈની સાથે આ ફિલ્મ બનાવીશ.’ આ રીતે અમે આ પ્રોજેક્ટ પૂરો કર્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK