Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શેખર કપૂર, કબીર ખાન અને નીરજ પાન્ડે બહુ જલદી વેબ-શો કરશે ડિરેક્ટ

શેખર કપૂર, કબીર ખાન અને નીરજ પાન્ડે બહુ જલદી વેબ-શો કરશે ડિરેક્ટ

23 January, 2020 05:30 PM IST |

શેખર કપૂર, કબીર ખાન અને નીરજ પાન્ડે બહુ જલદી વેબ-શો કરશે ડિરેક્ટ

શેખર કપૂર અને કબીર ખાન

શેખર કપૂર અને કબીર ખાન


બૉલીવુડના ઘણા ઍક્ટર્સ અને ડિરેક્ટર હવે વેબ-શો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ લિસ્ટમાં હવે કબીર ખાન, નીરજ પાન્ડે અને શેખર કપૂરનાં નામ પણ જોડાશે. અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપડા હવે વેબ-શોમાં કામ કરવાનાં છે ત્યારે કબીર ખાન, નીરજ પાન્ડે અને શેખર કપૂરે પણ એ માટે તૈયારી દેખાડી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ હૉટ સ્ટાર પર આવી રહેલા તેમના સ્પેશ્યલ શો ‘ધ રોર ઑફ લાયન’માં આ તમામ ફિલ્મમેકર્સ શોના એક-એક એપિસોડને ડિરેક્ટ કરશે. હૉટ સ્ટાર સ્પેશ્યલમાં જાણીતી સેલિબ્રિટીઝની અનસૂની કહાનીઓને રજૂ કરવામાં આવશે. આ શોમાં સૌથી પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીનો શો રજૂ કરવામાં આવશે, જે ૨૦ માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ શોને હિન્દી, મરાઠી, બંગાળી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ સાત ભાષામાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : કરણ જોહરની ફિલ્મ 'કલંક'નો ફર્સ્ટ લુક રિલીઝ



આ વિશે શેખર કપૂરે કહ્યું હતું કે ‘ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ માટે ઇન્ડિયા એક નવું પ્લૅટફૉર્મ છે. હું ઇન્ડિયા માટે એવી કન્ટેન્ટ બનાવવા માગું છું જે દુનિયાભરના લોકો જોઈ શકે. ઇન્ડિયામાં આઠ હજાર સ્ક્રીન છે, પરંતુ મારે દરેક વ્યક્તિ સુધી પહોંચવું છે. હું હૉટ સ્ટાર દ્વારા દરેક વ્યક્તિ સુધી પહોંચવા માગું છું. આ સાથે જ દુનિયાભરના લોકો પણ એ જોઈ શકતા હોવાથી એ મારા માટે પર્ફેક્ટ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 05:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK