સારી સ્ટોરી મળતી હોય તો રાહ જોવામાં વાંધો નથી : શેફાલી શાહ

Apr 11, 2019, 09:24 IST

શેફાલી શાહનું માનવું છે કે જો દમદાર સ્ટોરીવાળું કામ મળતું હોય તો વધુ રાહ જોવામાં તેને વાંધો નથી. તે છેલ્લે વેબ-સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’માં જોવા મળી હતી.

 સારી સ્ટોરી મળતી હોય તો રાહ જોવામાં વાંધો નથી : શેફાલી શાહ
શેફાલી શાહ (ફાઈલ ફોટો)

શેફાલી શાહનું માનવું છે કે જો દમદાર સ્ટોરીવાળું કામ મળતું હોય તો વધુ રાહ જોવામાં તેને વાંધો નથી. તે છેલ્લે વેબ-સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’માં જોવા મળી હતી. આ વેબ-સિરીઝ ૨૦૧૨નાં નર્ભિયા કેસની પોલીસ તપાસ પર આધારિત છે. તેનું કહેવું છે કે હવે સ્ટોરી હીરો-હિરોઇન સુધી સીમિત નથી રહેતી. પોતાના કામ પર ગર્વ અનુભવતાં શેફાલીએ કહ્યું હતું કે ‘હું ખૂબ લકી છું કે મને આ કામ મYયું. મારી ફિલ્મોના લિસ્ટમાં મારી પાસે વધુ સંખ્યામાં ફિલ્મો નથી, પરંતુ જે પણ ફિલ્મો છે એ મારા કામની ક્વૉલિટીને દેખાડે છે. મેં અત્યાર સુધી જે પણ કામ કર્યું છે મને એના પર ગર્વ છે. મારે વધુ કામ કરવું છે, પરંતુ મને એની જાણ છે કે મારે જે પ્રકારનું કામ કરવું છે એ વર્ષમાં બે વાર અથવા તો બે વર્ષમાં એક વાર પણ મïળી શકે છે. જોકે હું એના માટે રાહ જોઈશ અને જો કામ સારું મળતું હોય તો રાહ જોવામાં કોઈ વાંધો નથી.’

રોલને લઈને કન્વિન્સ થયા બાદ જ પ્રોજેક્ટ હાથમાં લે છે શેફાલી શાહ

પોતાની ભૂમિકાને લઈને કન્વિન્સ થયા બાદ જ શેફાલી શાહ કોઈ પ્રોજેક્ટને હા પાડે છે. પોતાના રોલની લંબાઈને પણ ગણકારતી નથી એ વિશે શેફાલી શાહે કહ્યું હતું કે ‘જો હું સેટ પર પૂરી રીતે કન્વિન્સ થયા વગર જાઉં તો એ અયોગ્ય કહેવાશે. સિનેમા હાલ ખૂબ બદલાઈ રહ્યું છે. હાલમાં ગ્રેટ રોલ્સ લખવામાં આવી રહ્યા છે અને જૂની પરંપરા-નિયમો તોડવામાં આવી રહ્યા છે. હવે માત્ર
હીરો-હિરોઇનને ધ્યાનમાં રાખીને પાત્રો નથી લખવામાં આવતાં. સ્ટોરી હવે એનાથી પણ આગળ નીકળી ગઈ છે. ચોક્કસ પ્રકારના કૅરૅક્ટર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને દરેક કૅરૅક્ટર પોતાનામાં હીરો છે. સાથે જ મેકર્સ તેમના પર બૉક્સ-ઑફિસનું, સેન્સરશિપ અથવા તો ચોક્કસ સંખ્યામાં થિયેટર્સમાં ફિલ્મને રિલીઝ કરવા જેવું કોઈ પણ જાતનું પ્રેશર નથી લેતા.

આ પણ વાંચોઃ એક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ

એક કલાકાર તરીકે અમારે અમારી ઍક્ટિંગ દેખાડવાની હોય છે, પરંતુ કલાકારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે કઈ વસ્તુ ક્યારે દેખાડવી જોઈએ. મારી લાઇફમાં મેં એ વાત ખૂબ જલદી શીખી લીધી હતી કે એ જરૂરી નથી કે તમે હંમેશાં લાઇમ લાઇટમાં રહો. અમુક સમય એવો પણ હોય છે જે ફક્ત તમારો જ હોય છે, જ્યારે જરૂર ન હોય તો તમે દુનિયાથી અળગા થઈ શકો છો.’

 

સંબંધિત સમાચાર

     
     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK