Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેલન છે ખરી સ્ટાઇલ દિવા : શત્રુઘ્ન સિંહા

હેલન છે ખરી સ્ટાઇલ દિવા : શત્રુઘ્ન સિંહા

28 December, 2018 05:55 PM IST |

હેલન છે ખરી સ્ટાઇલ દિવા : શત્રુઘ્ન સિંહા

ફાઈલ ફોટો: શત્રુઘ્ન સિંહા

ફાઈલ ફોટો: શત્રુઘ્ન સિંહા


૨૧ નવેમ્બરે હેલનનો બર્થ-ડે હતો અને તેઓ ૮૦ વર્ષનાં થયાં છે. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં તેમણે તેમના ડાન્સ મૂવ્ઝ અને સ્ટાઇલ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શત્રુઘ્ન સિંહાએ તેમને મોડી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે શુભેચ્છા પાઠવતાં ટ્વીટ કર્યું હતું કે ‘સ્ક્રિપ્ટ-રાઇટર સલીમ ખાનનાં પત્ની હેલનને બર્થ-ડેની ભરપૂર શુભેચ્છા. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં તેઓ ખૂબ જ ફેમસ અને લોકપ્રિય ડાન્સર બની ગયાં હતાં. તેમણે કૅબરે અને આઇટમ-નંબરમાં તેમના આકર્ષક, સુંદર અને ક્લીન ડાન્સ મૂવ્ઝ દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી.

હેલનના અનોખા અને આકર્ષક કૉસ્ચ્યુમ્સને કારણે તે ખરા અર્થમાં સ્ટાઇલ દિવા હતાં. કોરસ ડાન્સર તરીકે કામની શરૂઆત કરીને હેલન માટે ઊંચાઈ પર પહોંચવું મુશ્કેલ: તો હતું જ પણ સાથે જ એને પ્રશંસનીય પણ કહી શકાય. તેમણે ઇન્ટરનૅશનલ સ્ટેજ પર પણ ડાન્સ પર્ફોર્મ કર્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2018 05:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK