જો ભારત અસહિષ્ણુ હોત તો ફિલ્મ ‘pk’ સુપરહિટ ન ગઈ હોત : શત્રુઘ્ન

Published: 27th November, 2015 03:07 IST

ઇન્ડિયામાં અસહિષ્ણુતાનું પ્રમાણ વધી ગયું છે એ વિશે આમિર ખાનની કમેન્ટને લઈને શત્રુઘ્ન સિંહાએ ઇન્ડિયા પર અસહિષ્ણુતાનું લેબલ લગાવવા સામે અસહમતી દાખવી હતી.


આ વિશે વધુ જણાવતાં તેમણે ટ્વિટર પર ઘણાંબધાં ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘મારા આમિર અને તેના પરિવાર સાથે સારા સંબંધ છે, પરંતુ ઇન્ડિયા પર આમિર દ્વારા કે અન્ય કોઈ પણ દ્વારા અસહિષ્ણુતાનું લેબલ લગાવવામાં આવે એનાથી હું સહમત નથી. જો ઇન્ડિયા અસહિષ્ણુ હોત તો ‘pk’, જેમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક કરવામાં આવી હતી એ ફિલ્મ કોઈ પણ દિવસ સફળ ન રહી હોત. આપણી માતૃભૂમિ સ્વાભાવિક અને આવશ્યક રીતે એકદમ શાંતિપ્રિય અને દરેક જાતિ, માન્યતા અને ધર્મનો આદર કરે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK