Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પઠાણનું શૂટિંગ શરૂ કર્યું શાહરુખે?

પઠાણનું શૂટિંગ શરૂ કર્યું શાહરુખે?

19 November, 2020 09:36 PM IST | Mumbai

પઠાણનું શૂટિંગ શરૂ કર્યું શાહરુખે?

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન


શાહરુખ ખાને ‘પઠાણ’નું શૂટિંગ શરૂ કર્યું હોય એવી શક્યતા લાગી રહી છે. તે હાલમાં જ યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયો બહાર જોવામાં આવ્યો હતો. એથી તેના ફૅન્સ પણ ખૂબ ખુશીથી ઝૂમી ગયા છે. તે છેલ્લે ‘ઝીરો’માં જોવા મળ્યો હતો.

શાહરુખે શૂટિંગ શરૂ  કર્યું છે એ વાત લોકોને જાણ થતાં ટ્વિટર પર તેને ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. કેટલાક ફૅન્સે શાહરુખની સરખામણી સાવજની ગર્જના સાથે કરી છે.



તો એક ફૅન તો એટલો ભાવુક થઈ ગયો કે તેણે જણાવ્યું કે આ બૉલીવુડમાં નવા યુગની શરૂઆત છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે એવી શક્યતા છે. ચર્ચા એવી પણ છે કે નાનકડી ભૂમિકામાં સલમાન ખાન પણ દેખાશે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:36 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK