Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસની ૧૪મી સીઝનમાંથી બહાર નીકળેલા શાર્દુલે સલમાન પાસે માગી મદદ

બિગ બૉસની ૧૪મી સીઝનમાંથી બહાર નીકળેલા શાર્દુલે સલમાન પાસે માગી મદદ

22 November, 2020 07:57 PM IST | Mumbai
Mumbai correspondent

બિગ બૉસની ૧૪મી સીઝનમાંથી બહાર નીકળેલા શાર્દુલે સલમાન પાસે માગી મદદ

બિગ બૉસની ૧૪મી સીઝનમાંથી બહાર નીકળેલા શાર્દુલે સલમાન પાસે માગી મદદ

બિગ બૉસની ૧૪મી સીઝનમાંથી બહાર નીકળેલા શાર્દુલે સલમાન પાસે માગી મદદ


‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં દિવાળી વીક-એન્ડમાં બહાર નીકળેલા શાર્દુલ પંડિતે કામ માટે સલમાન ખાન પાસે મદદ માગી છે. તેની મા બીમાર છે એથી તે વધુ સમય તેની મા સાથે પસાર કરી શકે એ માટે તેને શોમાંથી કાઢવામાં આવ્યો છે. જોકે તેનું માનવું છે કે તેની મા આ વાતથી ખુશ નથી, કેમ કે તેમની આર્થિક સ્થિતિ સારી નથી. સલમાન પાસે કામની મદદ માગતાં શાર્દુલે કહ્યું હતું કે ‘મારે કામની જરૂર છે. જો તમારી પાસે ઍક્ટરનો રોલ હોય તો પ્લીઝ મને કામ આપો. મને જે સમયે બિગ બૉસના ઘરમાંથી બહાર લઈ જવામાં આવ્યો તો મને મારી વેનિટીમાં લઈ જવામાં આવ્યો. મેં તેમને રિક્વેસ્ટ કરી કે મને એક મિનિટ માટે સલમાનભાઈ સાથે વાત કરવા દો. તો તેણે કહ્યું કે કવિતાની જેમ કદાચ તને પણ પાછો લાવવામાં આવશે. ત્યાર બાદ તો હું બે કલાક સુધી ત્યાં રાહ જોઈ રહ્યો હતો. હું રડી પણ નહોતો શકતો કે કંઈ અનુભવી નહોતો શકતો, કારણ કે મારે પૈસા માટે આ શોની ગરજ હતી. મને એ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે હવે બધું ખતમ થઈ ગયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2020 07:57 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK