મિર્ઝાપુરનો શરદ શુક્લાકહે છે...

Published: 9th November, 2020 18:53 IST | Nirali Dave | Mumbai

જાણીતી સિરીઝ ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનમાં શરદ શુક્લાનું પાત્ર વધુ એક્સપ્લોર થયું છે. એ ભજવનાર ઍક્ટર અંજુમ શર્માએ ‘મિર્ઝાપુર’માં પોતે કઈ રીતે કાસ્ટ થયો એ વિશે વાત કરી

અંજુમ શર્મા
અંજુમ શર્મા

૨૦૧૮માં આવેલી ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ મિર્ઝાપુરમાં છેલ્લા એપિસોડના છેલ્લા દૃશ્યમાં એક પાત્રનો પરિચય થાય છે જે બીજી સીઝનમાં એક્સપ્લોર થયું છે. શરદ શુક્લાનું પાત્ર ભજવનાર ઍક્ટર અંજુમ શર્મા ‘સ્લમડૉગ મિલ્યનેર’, ‘વઝીર’ અને ‘મેડ ઇન હેવન’ના એક એપિસોડમાં દેખાઈ ચૂક્યો છે. મિર્ઝાપુર સીઝન 1માં તેનું કાસ્ટિંગ કઈ રીતે થયું એ વિશે ‘મિડ-ડે’ને વાત કરતાં અંજુમ શર્મા કહે છે...

‘મેં ‘મિર્ઝાપુર’ના ડિરેક્ટર ગુરમીત સિંહ સાથે કામ કર્યું હતું એટલે તેણે મને કહ્યું કે મિર્ઝાપુર નામની એક સિરીઝ બની રહી છે, તું આવ! પણ થયું એવું કે તેના ગુડ્ડુ, બબલુ, મુન્ના જેવાં મુખ્ય પાત્રો કાસ્ટ થતાં ગયાં. મારા માટે કંઈ બચ્યું નહોતું. ગુરમીતે કહ્યું કે શરદ શુક્લાનું એક પાત્ર છે જેનો સીઝનના અંતે માત્ર એક સીન છે, પણ એ પાત્ર લેયર્સવાળું છે. પહેલાં તો મને એમ થયું કે આ કેવું પાત્ર? પછી બીજી સીઝન આવે અને ન પણ આવે, પણ પાવરફુલ સ્ક્રિપ્ટ અને બાકીની દમદાર કાસ્ટ જોઈને ગુરમીત સાથેની મિત્રતાને કારણે મેં હા પાડી દીધી.

પછી તો થયું એવું કે મારું પાત્ર એકદમ છેલ્લે આવે છે અને ડાયલૉગ ફટકારે છે. એ એક દૃશ્ય પણ લોકોને યાદ રહી ગયું. બીજી સીઝનની તૈયારી થવા માંડી અને મારું પાત્ર વધુ મોટું થયું. હવે ત્રીજી સીઝનમાં તો શરદ શુક્લા શું કરવાનો છે એની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દરરોજ મને લોકો પૂછે છે કે ત્રીજી સીઝન ક્યારે આવશે. હું કહું છું કે અત્યારે મારા વાળ વધારે છે જ્યારે હું ક્લીન માથા સાથે દેખાઉં ત્યારે સમજજો કે શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે!’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK