Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરી અને મમ્મી પહેલાં એક સ્ત્રી હોવાની સ્ટોરી દેખાડતી શકુંતલા દેવી

દીકરી અને મમ્મી પહેલાં એક સ્ત્રી હોવાની સ્ટોરી દેખાડતી શકુંતલા દેવી

31 July, 2020 09:47 PM IST | Mumbai Desk
Harsh Desai | harsh.desai@mid-day.com

દીકરી અને મમ્મી પહેલાં એક સ્ત્રી હોવાની સ્ટોરી દેખાડતી શકુંતલા દેવી

વિદ્યા બાલન

વિદ્યા બાલન


હ્યુમન કમ્પ્યુટર તરીકે જાણીતી શકુંતલા દેવીની લાઇફ પરથી ફિલ્મ બનાવવામાં આવી છે જેને આજે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન, સાનિયા મલ્હોત્રા, જિસુ સેનગુપ્તા અને અમિતા સાધે કામ કર્યું છે. હ્યુમન કમ્પ્યુટર કરતાં સ્ટોરીને હ્યુમન ટચ વધુ આપવામાં આવ્યો છે. શંકુતલા દેવીને લોકો એક જીનિયસ ગણિતશાસ્ત્રી તરીકે જાણે છે, પરંતુ તેઓ રિયલ લાઇફમાં કેવા છે અને તેમણે કયા પડકારોનો સામનો કર્યો છે એ આ ફિલ્મમાં જોઈ શકાય છે.
અનુ મેનન અને નયનિકા મેહતાણી દ્વારા ‘શકુંતલા દેવી’નો સ્ક્રીન પ્લે લખવામાં આવ્યો છે. આ સ્ક્રીન પ્લે લખતી વખતે તેમણે ખૂબ જ ધ્યાન રાખ્યું હતું કે સ્ટોરીને એક દીકરી અથવા તો એક મમ્મી કરતાં વધુ એક સ્ત્રી તરીકે કહેવામાં આવે. એક સ્ત્રી શું કરવા માગે છે? અને તેને લોકો કેવી રીતે જુએ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. ફિલ્મને ડિરેક્ટ પણ અનુ મેનને કરી છે અને પ્રોડ્યુસ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા અને વિક્રમ મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. સ્ક્રીનપ્લેને ખૂબ જ સારી રીતે સ્ક્રીન પર ઢાળવામાં અનુ મેનને કોઈ કસર નથી છોડી. એમાં પણ કેઇકો નકાહારાની સેનિમેટોગ્રાફી ખૂબ જ સારી છે. સ્ટોરીને જેમ-જેમ વર્ષો દરમ્યાન કહેવામાં આવે છે તેમ-તેમ સ્ક્રીન પર એને અહેસાસ થતો રહે છે. પ્રોડક્શન દ્વારા પણ લંડન અને તમામ સ્થળો તેમ જ કપડાં અને દરેક વસ્તુની ખૂબ જ તકેદારી રાખવામાં આવી હતી.
આ ફિલ્મના ડાયલોગ ઇશિતા મોઇત્રાએ લખ્યાં છે. જોકે અમૂક ડાયલોગને બાદ કરતાં તમામ ડાયલોગ સંપૂર્ણ રીતે એક કમર્શિયલ-મસાલા ફિલ્મ જેવા છે. એમાં કેટલાક ફેમસ ડાયલોગનું રીપિટેશન પણ જોવા મળે છે. ફિલ્મમાં ચાર સીચ્યુએશનલ સોન્ગ છે. વિદ્યા અને સાન્યા વચ્ચે એક દીકરી અને મમ્મી વચ્ચેની સ્ટોરી જે રીતે પિક્ચરાઇઝ કરવામાં આવી છે એ ખૂબ જ સારી છે. જોકે બેકગ્રાઉન્ડ સ્કોરને કારણે ફિલ્મ પર ખૂબ જ સારી ઇફેક્ટ પડી છે. સ્ટોરી અને સમયની સાથે બેકગ્રાઉન્ડ સ્કોર પણ બદલાતો રહે છે.
વિદ્યા બાદલને શકુંતલા દેવીનું પાત્ર ભજવ્યું છે અને તે એક્ટિંગમાં તો ખરેખર અદ્ભુત છે. તે એક્ટિંગ દ્વારા કોઈના પણ પાત્રને જીવંત કરી શકે છે. જોકે અમુક ડાયલોગને કારણે કોઈ-કોઈ વાર શકુંતલા દેવીની જગ્યાએ વિદ્યા બાલન કોઇ અવોર્ડ શોમાં કામ કરતી હોય એવું લાગે છે. સાન્યા મલ્હોત્રાએ તેના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને તેના આવ્યા બાદ પણ સ્ટોરીમાં વધુ હ્યુમન ટચ જોવા મળે છે. જિસુ સેનગુપ્તાએ વિદ્યાના પતિ અને સાન્યાના પિતાનું પાત્ર ભજવ્યું છે. જોકે એ પાત્ર ખૂબ જ નબળું લખવામાં આવ્યું છે. અમિતા સાધ પણ સાન્યાના પતિના પાત્રમાં નામ પૂરતો છે. આ પિતા અને પતિનું પાત્ર વધુ સારી રીતે લખવાની જરૂર હતી.
આ બે પાત્રની સાથે વિદ્યા સાથેનું એક પાત્ર છે જે સ્પેનનો વતની હોય છે. એ પાત્રને પણ વધુ સારી રીતે દેખાડવાની જરૂર હતી કારણ કે તેની લાઇફમાં તે પણ ખૂબ જ મહત્ત્વનો વ્યક્તિ હતો. જોકે એક મહિલા સફળ હોવાથી તેનો પતિ પણ તેને ગુસ્સામાં આવી એક વાક્ય બોલી જાય છે જેનાથી ખબર પડે છે કે સક્સેસફુલ મહિલાએ લાઇફમાં હંમેશાં આ વસ્તુનો ભોગ બનવું પડે છે. શકુંતલા દેવી એક એવી મહિલા હતી જેમણે સતત એક મહિલા કેમ એક પૂરુષની જેમ નથી રહી શકતી એ વિશે સવાલો કર્યાં હતાં. તેમણે ઇન્ડિયન કલ્ચરને હંમેશાં દુનિયા સમક્ષ રજૂ કર્યું છે. દુનિયાના કોઇ પણ ખૂણામાં કેમ ન હોય મેથ્સ-શો દરમ્યાન તેમણે સાડી અને ચોટી રાખવાનું ક્યારે નથી ચૂકયાં. ઇનફેક્ટ એ તેમની કોઈ પણ શો માટે પહેલી શરત હોય છે. જોકે આ તમામ વચ્ચે પણ ઘણાં સવાલો ઊભા થાય છે. તેમણે ટ્રાન્સજેન્ડર માટે એક પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તક કેમ લખ્યું એ માટે જે કારણ આપે છે એ ખોટું હોય છે. તો એ માટેની પ્રેરણા તેમને કેમ અને કેવી રીતે મળી એ પણ દેખાડવામાં નથી આવ્યું.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 09:47 PM IST | Mumbai Desk | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK