Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શક્તિનો લક્ષ કરશે ગંદી બાત

શક્તિનો લક્ષ કરશે ગંદી બાત

29 September, 2020 01:23 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શક્તિનો લક્ષ કરશે ગંદી બાત

લક્ષ હાન્ડા

લક્ષ હાન્ડા


પૉપ્યુલર ટીવી-સીરિયલ ‘શક્તિ - અસ્તિત્વ કે અહેસાસ કી’માં લીડ કૅરૅક્ટર કરનારો લક્ષ હાન્ડા હવે એકતા કપૂરની વેબ-સિરીઝ ‘ગંદી બાત’ની પાંચમી સીઝનમાં જોવા મળવાનો છે. કુલ ચાર સ્ટોરીની આ પાંચમી સીઝન રાબેતા મુજબ જ સેક્સ પર આધારિત છે અને બોલ્ડ સ્ટોરી એમાં લેવામાં આવી છે. આ જ વાતનું લક્ષને ટેન્શન પણ છે. લક્ષ કહે છે, ‘બહુ મોટી અને પૉપ્યુલર ફ્રૅન્ચાઇઝી ‘ગંદી બાત’માં કામ કરવું એ પ્રિવિલેજ છે, પણ ઑડિયન્સ એને કેવી રીતે લેશે એ વાતનું ટેન્શન પણ મનમાં છે. ‘ગંદી બાત’માં હું મદનનું કૅરૅક્ટર કરું છું, મારા પર જ એ આખી સ્ટોરી છે. સ્ટોરીનું ટાઇટલ ‘મદહોશ મદન’ છે. હું એવું એક કૅરૅક્ટર કરું છું જે આજ સુધી મેં ક્યારેય કર્યું નથી.’

ઇન્ડિયન ડિજિટલ પ્લૅટફૉર્મ પર અત્યાર સુધી સૌથી વધારે સીઝન આવી હોય એવી કોઈ વેબ-સસિરીઝ હોય તો એ ‘ગંદી બાત’ છે. એકતા કપૂરની આ પૉપ્યુલર વેબ-સિરીઝની પાંચમી સીઝન ૮ ઑક્ટોબરે રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 01:23 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK