અગિયાર દેશની પોલીસ દ્વારા ડૉનની શોધ હવે કૉમિક-બુકમાં

Published: 19th October, 2011 18:09 IST

શાહરુખ ખાનની Ra.OnE હજી રિલીઝ નથી થઈ ત્યાં તો બે મહિનામાં જ રિલીઝ થતી બીજી ફિલ્મના પ્રમોશનની પણ શરૂઆત થઈ ગઈ છે. ૨૦૦૬માં આવેલી ‘ડૉન’ની સીક્વલ ‘ડૉન ૨–ધ ચેઝ કન્ટિન્યુઝ’ના એક અલગ પ્રકારના પ્રમોશન તરીકે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ જાણીતી કૉમિક-બુક કંપની સાથે કરાર કરી મૂળ પાત્ર ‘ડૉન’ની સ્ટોરીને લગતી એક કૉમિક-બુક લૉન્ચ કરશે.આ રવિવારે થનારી ઇવેન્ટમાં પ્રોડ્યુસર-જોડી ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી ‘ડૉન : ધ ઓરિજિન’ નામની આ કૉમિક-બુકનો ફસ્ર્ટ-લુક લૉન્ચ કરશે. આ કૉમિક-બુકમાં ડૉન કઈ રીતે પહેલા ભાગમાં બચ્યો હતો અને તેણે બદલો લેવા માટેનો નર્ણિય કર્યો હતો એટલે કે મૂળ ફિલ્મની સ્ટોરીને બતાવવામાં આવશે. આ ઉપરાંત કઈ રીતે ડૉનની લાઇફમાં તે આટલો ખતરનાક ક્રિમિનલ બન્યો એ સ્ટોરીને પણ આ બુકમાં સમાવવામાં આવશે.

આ કૉમિક-બુકના આઇડિયાને ડિરેક્ટર ફરહાન અખ્તરે તરત જ સ્વીકારી લીધો હતો અને એમાં કઈ રીતે આખી સ્ટોરી ડેવલપ થાય છે એની દેખરેખ તેણે રાખી હતી. ફરહાન માને છે કે તેના માટે આ એક ડ્રીમને સ્કેચ કરવા બરાબર છે અને બુકના લૉન્ચ માટે તે ઘણો એક્સાઇટેડ છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK