શાહરુખ હવે નવી ઇમેજ બનાવવાની મથામણમાં

Published: 26th December, 2012 05:28 IST

એવું લાગે છે કે શાહરુખ ખાન આવતા વર્ષમાં પોતાની બ્રૅન્ડને રીબિલ્ડ કરવા માગે છે. ગયાં વષોર્માં જે થઈ ગયું એ થઈ ગયું. હવે ૨૦૧૩ની ફ્રેશ અને નવેસરથી શરૂઆત કરવા માગે છે. પહેલેથી એવા નિર્દેશો તો હતા જ કે કિંગ ખાન બધું બદલવા માગે છે, પણ હવે એ નિર્દેશો સ્પષ્ટ થઈ રહ્યા છે.
નવા પબ્લિસિસ્ટ

શાહરુખે તેના જૂના પબ્લિસિટી કન્સલ્ટન્ટ્સને બદલી નાખ્યા છે. તેની મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલની ટ્રિપની વાત હોય કે તાજેતરમાં થયેલા ફિલ્મ અવૉર્ડ શોની, હવે નવા કન્સલ્ટન્ટ કિંગ ખાન વિશેની માહિતીઓ મિડિયાને પૂરી પાડે છે.

કૅમ્પની બદલી


બૉલીવુડમાં હંમેશાં જૂથવાદ અને કૅમ્પસની બોલબાલા રહી છે, પણ શાહરુખે તેના કટ્ટર દુશ્મન સલમાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફ સાથે કામ કરીને પોતાના કૅમ્પમાં જ કામ કરવાનો રૂલ તોડ્યો. તેણે અજય દેવગન સાથેની રોહિત શેટ્ટીની આગામી ફિલ્મમાં કામ કરવાની પણ હા ભણી દીધી છે. આ બધું જોતાં લાગી રહ્યું છે કે શાહરુખ હવે બૉલીવુડનાં અન્ય મોટાં નામ સાથે કામ કરવા માગે છે.

મૂવિંગ ઑન

કરણ જોહર છેલ્લા થોડા વખતથી સલમાન ખાન સાથે હળવા-મળવાનું વધારી રહ્યો છે. શાહરુખ અને તેના બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહર વચ્ચેનો બૉન્ડ પહેલાં જેવો નથી રહ્યો એવું નથી, પણ હવે તેઓ નવા સંબંધો બનાવવા માગે છે.

ગયું વર્ષ

૨૦૧૨ની શરૂઆત કિંગ ખાન માટે થોડી ઑકવર્ડ રીતે થયેલી. જાન્યુઆરીના અંતમાં થયેલી સંજય દત્તની ‘અગ્નિપથ’ની પાર્ટીમાં તે ફારાહ ખાનના હસબન્ડ અને ડિરેક્ટર શિરીષ કુન્દર સાથે ભીડી ગયેલો. મે મહિનામાં વાનખેડે સ્ટેડિયમમાં સિક્યૉરિટી ઑફિશ્યલ્સ સાથે થયેલી બબાલને કારણે તેની વગોવણી થયેલી અને આ જ વર્ષે તેની પ્રિયંકા ચોપડા સાથેના એક્સ્ટ્રા-બૉન્ડિંગ વિશેની વાતો પણ સારીએવી ચાલેલી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK