રોહિત શેટ્ટી તેના પરમ મિત્ર અજય દેવગનને છોડીને પહેલી વખત બીજા સુપરસ્ટાર સાથે કામ કરવા જઈ રહ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે તેના માટે આ નવું ટ્યુનિંગ આવતાં વાર જ લાગશે. તે શાહરુખ ખાન સાથે ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં કામ કરવાનો છે. આ ફિલ્મ માટે લીડ ઍક્ટ્રેસ શોધવાની હતી ત્યારે રોહિત શેટ્ટીને પહેલાંથી જ કરીના કપૂર સાથે કામ કરવું હતું. જોકે કિંગ ખાનને કરીના સાથે કામ નહોતું કરવું અને તેની ઇચ્છા ફિલ્મમાં કૅટરિના કૈફને લેવામાં આવે એવી હતી. જોકે રોહિત શેટ્ટીએ છેલ્લે તો પોતાનું ધાર્યું કરી શાહરુખને મનાવ્યો હતો અને કરીનાને જ ફિલ્મમાં લેવાનું નક્કી કર્યું છે.
શાહરુખની નજીકના લોકો ઘણા સમયથી કહેતા રહ્યા છે કે કિંગ ખાનને કરીના સાથે તેણે કરેલી ફિલ્મ ‘Ra.OnE’ના સમયથી જ મુશ્કેલીઓ હતી. આ પાછળનું કારણ કરીનાએ સલમાન ખાન સાથેની ‘બૉડીગાર્ડ’ને પ્રમોશન માટે વધુ સમય આપ્યો હતો અને શાહરુખની આ મહત્વાકાંક્ષી ફિલ્મના પ્રમોશનમાં તેનું કમિટમેન્ટ ઓછું જોવા મળ્યું હતું. આ ઉપરાંત કિંગ ખાન તેની હવે પછીની યશ ચોપડાના દિગ્દર્શન હેઠળની રોમૅન્ટિક ફિલ્મમાં કૅટરિના સાથે જ કામ કરવાનો છે અને એ કારણે જ તેને હતું કે તેઓ બીજી કોઈ ફિલ્મમાં પણ સાથે કામ કરે. આ કારણે તેનો આગ્રહ કૅટ પ્રત્યે વધારે હતો.
જોકે રોહિત શેટ્ટીએ તેની ‘ગોલમાલ’ સિરીઝની પહેલી ફિલ્મ સિવાય બાકીની બન્નેમાં કરીના સાથે કામ કર્યું છે અને એ ઉપરાંત તેને આ ઍક્શન-ફિલ્મ માટે કરીના વધુ સારી પસંદગી લાગી હતી. ફિલ્મમાં જે લીડ ઍક્ટ્રેસનો રોલ લખવામાં આવ્યો છે એ પણ કરીના માટે જ બનેલો હોય એવું ‘ચેન્નઈ એક્સપ્રેસ’ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. આ કારણે જ હવે અંતે કરીના જ ફિલ્મમાં કામ કરશે.
Total Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTપૂજા દ્વારા ટાઇગર 3ની શરૂઆત કરી સલમાન અને કૅટરિનાએ
27th February, 2021 16:02 ISTએક વ્યક્તિએ પોતાના ઘરને ઑટોમાં ફેરવ્યુ, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ
27th February, 2021 15:05 ISTત્રીજી ટેસ્ટની પિચ વિશે કાગારોળ જોરમાં, પણ રોહિત શર્માને લાગે છે કે...
27th February, 2021 13:40 IST