શેરશાહમાં નાનકડી ભૂમિકામાં શાહરુખ ખાન જોવા મળશે?

Published: Feb 20, 2020, 15:53 IST | Mumbai Desk

શાહરુખ ખાન કરણ જોહરની ‘શેરશાહ’માં મહેમાન કલાકાર તરીકે દેખાવાનો હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લીડ રોલમાં છે.

શાહરુખ ખાન ‘શેરશાહ’માં નાનકડા રોલમાં જોવા મળે એવી શક્યતા છે. આ અગાઉ એવી ચર્ચા હતી કે તે અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાવાનો છે. તે કરણ જોહરની ‘શેરશાહ’માં મહેમાન કલાકાર તરીકે દેખાવાનો હોવાની પણ ચર્ચા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. ફિલ્મ પરમવીર ચક્રથી સન્માનિત કૅપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. તેઓ ૨૪ વર્ષની ઉંમરમાં ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમ્યાન શહીદ થયા હતા. તેમના પાત્રમાં સિદ્ધાર્થ જોવા મળવાનો છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ડબલ રોલમાં જોવા મળવાનો છે. તે કૅપ્ટન વિક્રમ બત્રા અને તેમના જોડિયા ભાઈ વિશાલનું પાત્ર ભજવી રહ્યો છે. કૅપ્ટન બત્રાની ફિયાન્સી ડિમ્પલ ચીમાનો રોલ કિયારા ભજવી રહી છે. કૅપ્ટન બત્રાના જીવનમાં ખાસ પ્રભાવ પાડનાર વ્યક્તિના પાત્રમાં શાહરુખ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. તેમણે કૅપ્ટન બત્રાના જીવનને અને મિલિટરી કરીઅરને ખાસ દિશા આપી હતી. ફિલ્મમાં શાહરુખનો રોલ નાનો પરંતુ અગત્યનો હશે. કરણ જોહર અને શાહરુખના સંબંધો ખાસ છે. એથી આ રોલ માટે કરણે શાહરુખને વિનંતી કરી હતી. શાહરુખે પણ તરત જ આ રોલ માટે હા પાડી હતી. ખાસ વાત એ છે કે શાહરુખે તેની કરીઅરની શરૂઆત ૧૯૮૯માં ‘ફૌજી’ સિરિયલમાં લેફ્ટનન્ટ અભિમન્યુનું પાત્ર ભજવીને કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK