આ છે શાહરૂખ-ગૌરીનો અબરામ ખાન?

Published: Oct 18, 2013, 02:58 IST

આ દૂધ પીતું બાળક શાહરુખ ખાન તથા ગૌરી ખાનનું ત્રીજું સંતાન અબરામ છે? મન્નતની બાલ્કનીમાં એક નર્સના હાથમાં બૉટલ વડે દૂધ પીતું તે નજરે પડતું હતું.


બુધવારે સાંજે પોતાના ઘરની બહાર એકઠા થયેલા પ્રશંસકોના અભિવાદનને ઝીલવા માટે શાહરુખ ખાન પોતાના ઘરની ફરતે લગાવેલી જાળીઓ પર ચડી ગયો હતો. બકરી ઈદની શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં લોકો તેના ઘરની બહાર ભેગા થયા હતા એ સમયે પોતાના પ્રશંસકોને તેના આગવા અંદાજમાં તે આદાબ કહેતો હતો. જાળી પરથી નીચે ઊતરીને તે ઘરમાં ગયો અને લોકોનાં ટોળાં પણ વિખેરાવા લાગ્યાં ત્યારે મન્નતની બાલ્કનીમાં કેટલીક નર્સો દેખાઈ હતી. એક નર્સ બાલ્કનીમાં બહાર આવી નહોતી, પરંતુ તેના હાથમાં એક બૉટલમાંથી દૂધ પીતું બાળક હતું. તે પાછી ફરે ત્યાં સુધીમાં તો અમે તેનો ફોટો પાડી લીધો હતો. તસવીર : સત્યજિત દેસાઈ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK