મારી પાસેથી અણધાર્યા કામની આશા રાખો : શાહરુખ

Published: 2nd November, 2014 05:15 IST

શાહરુખ ખાન પોતાની ફિલ્મોને લઈને હંમેશાં કંઈક અલગ જ કરતો આવ્યો છે. સુપરહિટ ફિલ્મોએ લોકોમાં તેને સારીએવી ઓળખ અપાવી છે જેને કારણે તે બૉલીવુડના બાદશાહ તરીકે ઓળખાયો છે. શાહરુખે રોમૅન્ટિક હીરોના રોલથી માંડી નેગેટિવ રોલ પણ કર્યા છે જેને કારણે લોકો તેની પાસેથી વધુ સારી ફિલ્મો મળવાની ધારણા રાખીને બેઠા છે. જોકે શાહરુખનું કહેવું છે કે મારી પાસેથી અણધાર્યા કામની આશા રાખો.
પોતાની પાસેથી ફિલ્મોની રાખવામાં આવતી ધારણા માટે શાહરુખે કહ્યું હતું કે ‘મારી પાસેથી અણધાર્યા કામની અપેક્ષા કરો. લોકોને સારી અને અનએક્સ્પેક્ટેડ ફિલ્મો આપવા હું મારી રીતે બનતા બધા પ્રયાસો કરું છું. વળી લોકોને પસંદ આવે એવી થોડી અનએક્સ્પેક્ટેડ અને ડિફરન્ટ ફિલ્મો કરવામાં મને ઘણો આનંદ આવે છે. એકસરખી ફિલ્મો કરવા માટે મારા નામ પર છપાતા આર્ટિકલ હું ક્યારેક વાંચું છું; પણ એ ફિલ્મો વિશે લોકોને સમજાવવું મુશ્કેલ છે, કારણ દરેક ફિલ્મમાં કંઈક નવું હોય છે. એમ છતાં લોકોને સમજાવવા ન જતાં હું મારી જાતને વધુ સારી કરવામાં સમય વિતાવું છું. મારે માત્ર નમþપણે ઍક્ટિંગ કરવી છે અને એવું મૅજિક કરવું છે કે મારાં બાળકોને એનો ગર્વ થાય. ક્યારેક મારી કરેલી મહેનત રંગ નથી પણ લાવતી તો ક્યારેક એ અદ્ભુત કામ કરી જાય છે.’

જયપુરના રાજમંદિર થિયેટરમાં શાહરુખ ખાને જોઈ હૅપી ન્યુ યર

મુંબઈ, કલકત્તા અને કાનપુર બાદ શાહરુખ ખાન હવે જયપુરમાં ‘હૅપી ન્યુ યર’ માટે લોકોનો આભાર વ્યક્ત ગયો હતો. આ ટૂરમાં સતત વ્યસ્ત રહેતા શાહરુખ ખાને સમય કાઢીને જયપુરના ૧૯૭૬માં બનેલા રાજમંદિર થિયેટરમાં પોતાની જ ફિલ્મ ‘હૅપી ન્યુ યર’નો થોડો ભાગ જોયો હતો. શુક્રવારે આ વાતની જાણકારી પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આપતાં તેણે જણાવ્યું હતું કે ‘જયપુરમાં મારા એક મિત્ર સિદ્ધાર્થના ઘરે રાતનું સ્વાદિષ્ટ ભોજન લીધું હતું અને રાજમંદિરમાં ‘હૅપી ન્યુ યર’નો થોડો ભાગ જોયો હતો. જયપુરના આ થિયેટરમાં ફિલ્મ જોવાની ફીલિંગ જ નિરાળી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK