શાહરુખ સ્વચ્છતા મિશનનો પ્રશંસક, પણ ઝાડુ નહીં ઉપાડે

Published: 14th November, 2014 04:46 IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન સાથે ઘણા બૉલીવુડ સ્ટાર્સ જોડાઈ રહ્યા છે અને ઘણા સ્ટાર્સે ઝાડુ ઉપાડીને સાફસફાઈ પણ કરી છે.


ઝાડુ ઉપાડીને સફાઈ કરનારા સ્ટાર્સમાં અમિતાભ બચ્ચન, હૃતિક રોશન, સલમાન ખાન જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે; પણ બૉલીવુડનો બાદશાહ શાહરુખ ખાન તમને ઝાડુ ઉપાડીને સફાઈ કરતો જોવા નહીં મળે. શાહરુખ ખાનનું કહેવું છે કે આમ તો પોતે વડા પ્રધાનના સ્વચ્છતા મિશનનો સમર્થક છે, પણ આ માટે તેને ઝાડુ ઉપાડવું પસંદ નથી.

સ્વચ્છતા મિશનમાં જોડાવા બાબતના પ્રfન વિશે શાહરુખનું કહેવું છે કે હું દિલની અને મગજની સફાઈ કરી રહ્યો છું, મારું દિલ સાફ છે અને આમ પણ મને ઝાડુ ઉપાડવું થોડું અજીબ લાગે છે. જોકે શાહરુખે સ્વચ્છતા મિશનમાં બીજી મોટી હસ્તીઓ જોડાઈ એ વાતનાં વખાણ કયાર઼્ હતાં. આ બાબતે શાહરુખ ખાનનું કહેવું હતું કે આ મિશનમાં બીજી મોટી હસ્તીઓના જોડાવાથી લોકોને પ્રેરણા મળે છે. ટેનિસ-પ્લેયર સાનિયા મિર્ઝાએ પણ શાહરુખ ખાનને આ સ્વચ્છતા મિશનમાં જોડાવાનો આગ્રહ કયોર્ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK