શાહિદ કપૂરની આગામી ફિલ્મ 'કબીર સિંહ'નું ટીઝર થયુ રિલીઝ

Apr 08, 2019, 15:32 IST

શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'કબીર સિંહ' ને લઈને વ્યસ્ત જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા શાહિદ કપૂરે કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ કર્યુ હતું. જ્યારે આજે ફિલ્મ કબીર સિંહનું ટીઝર રીલિઝ થઇ ગયું છે.

શાહિદ કપૂરની આગામી ફિલ્મ 'કબીર સિંહ'નું ટીઝર થયુ રિલીઝ
'કબીર સિંહ'નું ટીઝર થયુ રિલીઝ

શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'કબીર સિંહ' ને લઈને વ્યસ્ત જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા શાહિદ કપૂરે કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ કર્યુ હતું. જ્યારે આજે ફિલ્મ કબીર સિંહનું ટીઝર રીલિઝ થઇ ગયું છે. સાઉથની રિમેક કબીર સિંહના ટીઝરમાં શાહિદ કપૂરનો ઈન્ટેન્સ લૂક જોવા મળી રહ્યો છે. અર્જુન રેડ્ડીની રિમેક આ ફિલ્મને લઈને શાહિદ કપૂર ઘણા સમયથી ચર્ચામાં છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ શાહિદ કપૂરનો લૂક ચર્ચાનો વિષય બન્યો છે.

લાખો લોકોને ગમ્યું “કબીર સિંહ” નું ટીઝર

શાહિદ કપૂર દ્વારા પોસ્ટ કરાતા જ ટીઝર વાયરલ થયુ છે. ટીઝરમાં શાહિદ દાઢી સાથે હાથમાં સિગરેટ અને દારુની બોટલ સાથે જોવા મળ્યો છે. 1 મિનિટના ટીઝરમાં કો-એક્ટર કિયારા આડવાણીની એક ઝલક પણ જોવા મળે છે. જોરદાર ટીઝર અને શાહિદના લૂકને કારણે ફિલ્મને લઈને ઉત્સુકતા વધે સામાન્ય છે. ફિલ્મની સ્ટોરી એક ઈન્ટેન્સ લવ સ્ટોરી છે જેમાં એક મેડિકલ સ્ટુડન્ટની સ્ટોરી બતાવવામાં આવશે. રિલેશનશિપમાં નિષ્ફળ ગયા બાદ શાહિદ શરાબી બની જાય છે જેને પોતાની પર કોઈ કન્ટ્રોલ હોતો નથી.

 

આ પણ વાંચો: ધોમધખતા ઉનાળામાં ઠંડક મેળવવા જાઓ ગુજરાતની આ જગ્યાઓએ

 

ટીઝર પહેલા જ ટીઝર પોસ્ટર રિલીઝ થયું હતું

ટીઝર પહેલા જ ટીઝર પોસ્ટર રિલીઝ કરાયુ હતું. જેમા શાહિદ કપૂરનો પડછાયો દેખાયો હતો જેમા સિગારેટ સળગતી દેખાઈ હતી. આ પહેલા પણ કબીર સિંહના સેટ્સના ફોટોઝ વાયરલ થયા હતા. ફિલ્મમાં કિયારા આડવાણીની જગ્યાએ તારા સુતારિયાને કાસ્ટ કરવાની હતી જો કે તારા સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે કિયારા આડવાણીને કબીર સિંહ માટે કાસ્ટ કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK