Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કબીર સિંહે છોડ્યા સલમાન અને વિકી કૌશલને પાછળ, કરી સૌથી વધુ કમાણી

કબીર સિંહે છોડ્યા સલમાન અને વિકી કૌશલને પાછળ, કરી સૌથી વધુ કમાણી

13 July, 2019 10:49 AM IST | મુંબઈ

કબીર સિંહે છોડ્યા સલમાન અને વિકી કૌશલને પાછળ, કરી સૌથી વધુ કમાણી

કબીર સિંહે છોડ્યા સલમાન અને વિકી કૌશલને પાછળ

કબીર સિંહે છોડ્યા સલમાન અને વિકી કૌશલને પાછળ


વર્ષે 2019ના પહેલા છ મહિના પૂર્ણ થઈ ચુક્યા છે અને આ દરમિયાન બૉક્સ ઑફિસના તારણો તમામ લોકો માટે ચોંકાવનાર રહ્યા. પહેલા છ મહિનામાં અભિનેતા સલમાન ખાન, અજય દેવગણ અને અક્ષય કુમાર જેવા મોટા સિતારાઓની ફિલ્મ રિલીઝ થઈ હોવા છતા પણ શાહિદ કપૂર અને વિકી કૌશલ જેવા અભિનેતા ટૉપર રહ્યા. શાહિદની ફિલ્મ કબીર સિંહ હજુ પણ બૉક્સ ઑફિસ પર સતત સફળ થઈ રહી છે. આ ફિલ્મે પોતાની રિલીઝના માત્ર 22 દિવસોમાં 250 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ સિવાય આ ફિલ્મ શાહિદના કરિયરની સૌથી મોટી  ફિલ્મ સાબિત થાય છે.

મહત્વનું છે કે શાહિદની ફિલ્મ કબીર સિંહ રોજ રોજ બૉક્સ ઑફિસ પર કમાણીનો એક નવો જ ઈતિહાસ લખી રહી છે. આ ફિલ્મ વિકી કૌશલની ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈકને પણ કમાણીના મામલે પાછળ છોડી દીધી છે. ત્યાં જ સલમાન ખાનની ભારત પણ ભારતીય બૉક્સ ઑફિસ પર કુલ 210 કરોડની કમાણી કરીને ત્રીજા સ્થાને છે. જેના કારણે 2019ના પહેલા છ મહિનામાં શાહિદ કપૂરે તમામ લોકોને પાછળ છોડી દીધા છે.

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર તો જબરજસ્ત પર્ફોમ કરી રહી છે, તો વિદેશી બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ ગદર મચાવી રહી છે. ટ્રેડ રિપોર્ટ્સ પ્રમાણે કબીર સિંહે ઓસ્ટ્રેલિયામાં જબરજસ્ત સફળતા મેળવી છે. અહીં ફિલ્મ ટૂંક સમયમાં જ એક મિલિયન ડૉલરનો આંક પાર કરવાની છે. ઓસ્ટ્રેલિયામાં કબીરસિંહે સલમાન ખાનની ભારત અને આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકને પણ પાછળ છોડી દીધી છે.



આ પણ વાંચોઃ પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી


જણાવીએ કે ફિલ્મ 21 જૂને રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે 20.21 કરોડ રૂપિયાની જબરજસ્ત ઓપનિંગ કરી હતી. બીજા દિવસે 22.71 કરોડ, ત્રીજા દિવસે 27.91 કરોડ, ચોથા દિવસે એટલે કે ગયા સોમવારે 17.54 કરોડ અને પાંચમાં દિવસે મંગળવારે 16.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2019 10:49 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK