Body Positivity:'કબીર સિંહ' ફેમ નોકરાણી 'વનિતા ખરાતે' કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ,જાણો કારણ

Published: 7th January, 2021 13:12 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અભિનેત્રી વનિતા ખરાતે પણ આ મૂવમેન્ટના સપોર્ટમાં પોતાની તસવીર શૅર કરતા બૉડી પૉઝિટિવિટીનો સંદેશ આપ્યો છે. નવા વર્ષે વનિચા ખરાતે પોતાની આ તસવીર શૅર કરી છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

મીટૂ મૂવમેન્ટ પછી હવે ઇન્ટરનેટ પર બૉડી પૉઝિટિવિટી મૂવમેન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે. એવામાં અભિનેત્રી વનિતા ખરાતે પણ આ મૂવમેન્ટના સપોર્ટમાં પોતાની તસવીર શૅર કરતા બૉડી પૉઝિટિવિટીનો સંદેશ આપ્યો છે. નવા વર્ષે વનિચા ખરાતે પોતાની આ તસવીર શૅર કરી છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ માટે વનિતાએ ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ મૂવમેન્ટની વાત કરીએ તો આ હેઠળ પ્લસ સાઇઝ અને ઓવર વેઇટ મહિલાઓ પોતાના શરીરને જેમ છે તેમ સ્વીકારવા અને આને કોઇપણ ખચકાટ વગર ફ્લૉન્ટ કરવા જેવા પૉઝિટીવ સંદેશ આપે છે.

વનિતાના પોસ્ટની વાત કરીએ તો તેણે આ તસવીર શૅર કરતા ખાસ કૅપ્શન આપ્યું છે. વનિતાએ કૅપ્શનમાં લખ્યું, "મને મારા ટેલેન્ટ પર ગર્વ છે, મારા પેશન પર, કૉન્ફિડેન્સ પર, મને મારી બૉડી પર ગર્વ છે.. કારણ કે હું 'હું' છું."

સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના આ બેબાક અંદાજને ખૂબજ પસંદ કરી રહ્યા છે. સાથે જ કૉમેન્ટ બૉક્સમાં તેમની પૉઝિટીવિટીથી ઇમ્પ્રેસ થયેલા પણ દેખાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by @vanitakharat19

જણાવવાનું કે વનિતા શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ'ને કારણે સૌથી વધારે ચર્ચામાં છવાઇ હતી. આ ફિલ્મમાં વનિતાએ કબીર સિંહની નોકરાણી પુષ્પાનું પાત્ર ભજવ્યું હતું. કબીરના ઘરેથી તે જ્યારે ભાગી તે સીન પર ઘણાં મીમ્સ પણ બન્યા હતા, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થયા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by @vanitakharat19

'કબીર સિંહ' ફિલ્મ તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રીમેક હતી જેને ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગાએ જ ડિરેક્ટ કરી હતી. 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મમાં શાહિદ કપૂર અને કિઆરા અડવાણી લીડ રોલમાં હતા.

કોણ છે વનિતા ખરાત?
મુંબઈમાં જન્મીને મોટી થયેલી વનિતા ખરાત મૂળે મરાઠી ફિલ્મો અને થિયેટર એક્ટ્રેસ છે. ‘કબીર સિંહ’ એની પહેલી હિન્દી ફિલ્મ હતી. વનિતા એક ઉમદા કોમેડિયન પણ છે. એણે એક મરાઠી રિયાલિટી કોમેડી શૉમાં પણ કામ કર્યું છે.

જાણો કેમ વનિતાએ કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ
વનિતાના કહેવા પ્રમાણે આ મૂળ વિચાર મરાઠી સ્ક્રિપ્ટરાઇટર અભિજિત પાનસેનો હતો. નારીનો કોઈપણ દેહ સુંદર જ હોય છે, તે થીમ પર એમણે એક કેલેન્ડર તૈયાર કરવાની સલાહ આપી. પોતાનું વજન વધારે હોય કે ત્વચાનો રંગ શ્યામ હોય, તો તેનાથી કોઈ પણ સ્ત્રીએ શરમ કે નાનપ અનુભવવાની જરૂર નથી. આનંદની વાત એ છે કે આ ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયામાં શૅર થયા પછી વનિતાની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે. એટલે સુધી કે આ ફોટોશૂટ કરાવ્યું ત્યારે એના માતાપિતાને પણ આ વિશે કશી ખબર નહોતી, પરંતુ આ તસવીર એમણે જોઈ ત્યારે તેમણે પણ પોતાની દીકરીના વિચાર પર ગર્વ કર્યો હતો.

સ્ત્રીઓ વિશે ફિલ્મ ઈન્સ્ડસ્ટ્રીના એટિટ્યુડ વિશે પણ વનિતા ખરાતે નારાજગી વ્યક્ત કરી છે. એણે સ્વીકાર્યું છે કે પોતાનું વજન વધારે હોવાને કારણે અત્યાર સુધી એને મમ્મી, માસી, કામવાળી ટાઇપના રોલ જ ઑફર થતા આવ્યા છે. એટલે જ આ ઈન્ડસ્ટ્રીને બોડી પોઝિટિવિટી મુવમેન્ટની જરૂર છે. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને નારીના દેહનું શેમિંગ એ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવી જોઈએ. આ કારણસર અભિનેત્રી વનિતા ખરાતે આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK