Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Kabir singh ફિલ્મના ઘણા વિરોધ છતાં કલેક્શન 200 કરોડ નજીક પહોંચી

Kabir singh ફિલ્મના ઘણા વિરોધ છતાં કલેક્શન 200 કરોડ નજીક પહોંચી

01 July, 2019 02:37 PM IST | મુંબઈ ડેસ્ક

Kabir singh ફિલ્મના ઘણા વિરોધ છતાં કલેક્શન 200 કરોડ નજીક પહોંચી

કબીર સિંહ

કબીર સિંહ


બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ'નો જલવો હજી પણ કાયમ છે. શાહિદ કપૂરના કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ કબીર સિંહનો જાદુ હજી પણ લોકોને માથે ચઢીને બોલે છે. જોકે, તેની સામે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15' આવી ગઈ છે પણ તે છતાં આ ફિલ્મની કમાણી પર કોઇ અસર જોવા મળી નથી.




ફિલ્મની અત્યાર સુધી કમાણી જોઈએ તો કબીર સિંહે 181.57 કરોડનું બિઝનેસ કરી લીધો છે. આશા છે કે ફિલ્મ 200 કરોડનો માત્ર બે દિવસમાં પાર કરી શકે છે. કબીર સિંહનું પહેલા અઠવાડિયાનું કલેક્શન પણ શાનદાર સાબિત થયું હતું. ફિલ્મે માત્ર 9 જ દિવસમાં 163 કરોડનું કલેક્શન કરી લીધું છે. આનાથી એ પુરવાર થાય છે કે શાહિદ અને કિયારાની લવ સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.


જણાવીએ કે ફિલ્મ 21 જૂને રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે 20.21 કરોડ રૂપિયાની જબરજસ્ત ઓપનિંગ કરી હતી. બીજા દિવસે 22.71 કરોડ, ત્રીજા દિવસે 27.91 કરોડ, ચોથા દિવસે એટલે કે ગયા સોમવારે 17.54 કરોડ અને પાંચમાં દિવસે મંગળવારે 16.5 કરોડ રૂપિયાની કમાણી કપી લીધી. આ રીતે કબીર સિંહે 100 કરોડનો આંકડો પાંચ દિવસમાં જ પાર કરી દીધો હતો. ત્યાર પછી ચાર દિવસમાં ફિલ્મે 63 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું. હવે જોવાનું છે કે ફિલ્મ 200 કરોડ ક્યારે પાર કરી શકશે.

આ પણ વાંચો : Kabir Singh Box Office Collection: 200 કરોડથી આટલી દૂર છે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે કબીરસિંહને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે, તેમણે જ આ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ ડિરેક્ટ કર્યું હતું. કબીર સિંહમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. કબીરસિંહની સ્ટોરી એક એવા મેડિકલ સ્ટુડન્ટની લવસ્ટોરી છે, જે ભણવામાં જીનિયસ છે પરંતુ ગુસ્સો ખૂબ જ આવે છે. આ ગુસ્સાના કારણે તેની જિંદગીમાં સારુ થાય છે, તો ખરાબ બનાવો પણ બને છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સાથે જ મહિલા પાત્રને નબળું બતાવવા માટે ફિલ્મની ટીકા પણ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 02:37 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK