કબીર સિંહ બોક્સ ઓફિસ: બીજા દિવસે પણ તાબડતોડ કમાણી

Published: Jun 23, 2019, 14:09 IST

શાહિદ કપૂર અને કિયારા આડવાણીની ફિલ્મ કબીર સિંહને બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ મળી છે. ફિલ્મ કબીર સિંહને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કબીર સિંહે ધમાકેદાર 20.21 કરોડની કમાણી કરી હતી

બીજા દિવસે પણ તાબડતોડ કમાણી
બીજા દિવસે પણ તાબડતોડ કમાણી

શાહિદ કપૂર અને કિયારા આડવાણીની ફિલ્મ કબીર સિંહને બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ મળી છે. ફિલ્મ કબીર સિંહને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કબીર સિંહે ધમાકેદાર 20.21 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે પણ ટ્રેન્ડ જાળવી રાખતા કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો. શાહિદ કપૂર અને કિયારા આડવાણીની જોડીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. શાહિદ કપૂરની દમદાર એક્ટિંગ અને કિયારાની ઈનોસેન્સના કારણે આ જોડી લોકોના દિલ પર રાજ કરી રહી છે.

ફિલ્મ કબીર સિંહે બીજા દિવસે 22.71 કરોડની કમાણી કરી હતી એટલે કે કબીર સિંહે શુક્રવારે 20.21 કરોડ જ્યારે શનિવારે 22.71 કરોડ સાથે કુલ 42.92 કરોડની કમાણી કરી હતી. દર્શકો સાથે ફિલ્મ ક્રિટિક્સ દ્વારા પણ ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી અને ફિલ્મને પોઝીટીવ રિવ્યૂ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી અને માનવામાં આવી રહ્યું હતું કે મેચની અસર ફિલ્મ પર જોવા મળશે જો કે મેચની અસર ફિલ્મ પર જોવા મળી હતી નહી. કબીર સિંહ બીજા દિવસે તાબડતોડ 22.71 કરોડની કમાણી કરી હતી.

એન્ગ્રી, આલ્કોહોલિક, ગર્લફ્રેન્ડથી અલગ થયેલા લવર કબીર સિંહના બે અલગ-અલગ રૂપ જોવા મળશે. પહેલા રૂપમાં તેઓ એક છોકરીને બહુ જ પ્રેમ કરતા નજર આવશે. બીજા રૂપમાં તેઓ ગુસ્સે, સનકી, જિદ્દી અને નશામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને જુઓ તો વધારે સમય શાહિદ કપૂર નશો કરતા અથવા કોઈ વ્યક્તિ પર ગુસ્સો અને લડાઈ કરતા નજર આવી રહ્યા છે. કબીર સિંહ 2017માં આવેલી તેલુગુ બ્લૉક બસ્ટર અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે. જણાવી દઈએ કે શાહિદ કપૂર અને કિયારા અડવાણી પહેલી વાર એક સાથે કામ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK