શાહિદ કપૂરનો સિલેક્શન-ડ્રામા

Published: 30th December, 2011 05:42 IST

ચિઠ્ઠિયાં માટે ના પાડ્યા પછી તેની પાસે વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ ૨ સાથે બે ફિલ્મોની ઑફર્સ છે, પણ હજી કોઈમાં તેણે હા નથી પાડીશાહિદ કપૂર ‘મૌસમ’ પછી તેની ફિલ્મોના સિલેક્શનમાં ઘણો અલર્ટ થઈને આગળ વધતો હોય એવું લાગી રહ્યું છે. પિતા પંકજ કપૂરની આ ફ્લૉપ ફિલ્મ માટે શાહિદે ઘણી અપેક્ષાઓ રાખી હતી. જોકે ફિલ્મની નિષ્ફળતા બાદ હવે તે મોટી સફળ ફિલ્મ આપવાની ઇચ્છા ધરાવતો હોય એવું લાગી રહ્યું છે. એને કારણે જ કહી શકાય કે મલ્ટિ-સ્ટારર ફિલ્મ હોય કે તેને એકલાને લીડ તરીકે ચમકાવતી હોય, તેણે કામ કરવા માટે આસાનીથી હા ન પાડવાનું નક્કી કર્યું છે.

વિધુ વિનોદ ચોપડાએ થોડા સમય પહેલાં શાહિદને શર્મન જોશી સાથેની ‘ચિઠ્ઠિયાં’માં બીજો લીડ રોલ ઑફર કર્યો હતો. જોકે શાહિદે આ ફિલ્મ માટે ના પાડી દીધી છે. આ ઉપરાંત તેને એકતા કપૂરે તો ઘણા સમય પહેલાં અક્ષયકુમાર સાથેની ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ની સીક્વલમાં છોટા શકીલનો રોલ ઑફર કર્યો છે. જોકે શાહિદ હજી એ રોલ સ્વીકારવો કે નહીં એ માટે અસમંજસમાં છે. આની પાછળનાં કારણો મલ્ટિ-સ્ટારર ફિલ્મમાં કામ ન કરવાનો શાહિદનો નિર્ણય અને તેની એક્સ-ગર્લફ્રેન્ડ કરીના કપૂરનું ફિલ્મમાં હોવું એને માનવામાં આવે છે. જોકે આ સીક્વલનું શૂટિંગ હજી થોડા સમય સુધી શરૂ નથી થવાનું એટલે શાહિદ પાસે પૂરતો સમય છે એવું કહી શકાય.

કરણ સાથે પહેલી ફિલ્મ?

શાહિદ કપૂરને ‘આઇ હેટ લવસ્ટોરીઝ’ના ડિરેક્ટર પુનિત મલ્હોત્રાના દિગ્દર્શન હેઠળની રોમૅન્ટિક ફિલ્મમાં લીડ રોલ ઑફર થયો છે અને કહેવામાં આવે છે કે શાહિદ આ રોલ સ્વીકારશે. ઇમરાન ખાનને પહેલાં આ રોલ ઑફર થયો હતો, પણ તેણે માત્ર વિશાલ ભારદ્વાજની ‘માતૃ કી બીજલી કા મન્ડોલા’માં જ કામ કરવાનું નક્કી કરતાં તેણે ના પાડી હતી. જો શાહિદ આ ફિલ્મ માટે હા પાડશે તો તે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ હેઠળની ફિલ્મમાં પહેલી વખત કામ કરશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK