શાહિદ કપૂરે માન્યું તેની ભૂલના કારણે આમિરની આ ફિલ્મ થઈ સુપરહિટ

Published: Jun 11, 2019, 14:28 IST | મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

શાહિદ કપૂરને છે તેણે એક ફિલ્મ ન કરી હોવાનો અફસોસ. અને તે માને છે કે તેના કારણે જ આમિર ખાનની આ ફિલ્મ હિટ થઈ ગઈ.

શાહિદને છે આમિરની આ ફિલ્મ છોડ્યાનો અફસોસ
શાહિદને છે આમિરની આ ફિલ્મ છોડ્યાનો અફસોસ

ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરે(Shahid Kapoor) હાલમાં જ એક ઈંટરવ્યૂમાં માન્યું છે કે તેમણે જીવનમાં આમિર ખાન(Aamir Khan)ની ફિલ્મ રંગ દે બસંતી છોડીને ખૂબ મોટી ભૂલ કરી છે. મહત્વનું છે કે શાહિદને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો.

શાહિદે આ વિશે વાતચીત કરતા કહ્યું કે ફિલ્મ રંગ દે બસંતી તેને ઑફર થઈ હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ વાળી ભૂમિકા તેમને ઑફર થઈ હતી. જે કરણ સિંઘાનિયાની હતી. તેમણે આ ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કર્યો હતો. આ ફિલ્મ બની અને રિલીઝ પણ થઈ. ફિલ્મ બોક્સ ઑફિસ પર હિટ રહી અને અનેક પુરસ્કારો પણ જીત્યા. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કુણાલ કપૂર, શર્મન જોશી, સોહા અલી ખાન, અતુલ કુલકર્ણી, આર માધવન અને અનુપમ ખેર મહત્વની ભૂમિકામાં હતા.

અભિનેતા શાહિદ કપૂર જબ વી મેટ, કમીને, હૈદર, ઉડતા પંજાબ અને પદ્માવત જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને હવે તે ફિલ્મ કબીર સિંહમાં નજર આવશે.

આ પણ વાંચોઃ સલમાને માલ્ટામાં ક્લિક કરેલો ફોટો શૅર કર્યો સુનીલ ગ્રોવરે

શાહિદ કપૂર હાલ તેની આગામી ફિલ્મ કબીર સિંહના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે. ફિલ્મમાં  કિયારા અડવાણી, અર્જન બાજવા અને સુરેશ ઑબેરોય મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 21 જૂને રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK